છેતરપિંડી:બલ્ગેરિયા અને યુ.કેના વિઝા અપાવવાનું કહીને મેમનગરના યુવક સાથે 13.50 લાખની છેતરપિંડી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેમનગરના યુવકને બલ્ગેરિયા અને એક યુકેના વિઝા અપાવવાનું કહી બે શખ્સોએ મેમનગરના યુવક પાસેથી રૂ.13.50 લાખ પડાવી લીધા હતા. આ મામલે યુવકે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેમનગરમાં રહેતા જયદીપભાઈ નાકરાણી વિઝાનું કામ કરે છે.

યુકેના વિઝા માટે જયદીપભાઈએ આમેસર્સ નોચ વેંચર્સ પ્રા.લી કંપનીના ઓનર પારસભાઈ અને દુષ્યંતભાઈનો સંપર્ક કર્યો હતો. તે સમયે આ બંનેએ જયદીપભાઈને બલ્ગેરિયાના તથા યુકેના વિઝા કરી આપવાનો વિશ્વાસ આપી એડવાન્સ પેટે કુલ રૂ.13.50 લાખ મેળવ્યા હતા. બાદમાં ત્રણ મહિના થયા પછી પણ વિઝાનું કામ થયંુ ન હતું. પૈસા પરત મેળવવા માટે ફોન કર્યા હતા પરંતુ પરત આપ્યા ન હતા. આખરે જયદીપભાઈએ પારસ રાણા અને દુષ્યંત રાણા સામે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...