કાર્યવાહી:ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં કોર્પોરેશનની 132 જેટલી સ્કૂલોને ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા તાકીદ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોર્પોરેશનની 444 શાળામાંથી 132 શાળાઓને ફાયરના સાધનો વસાવી લેવા માટે તાકીદ કરવામાં આવી

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઇ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફટકાર બાદ ફાયર વિભાગે અમદાવાદની તમામ સ્કૂલો, હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડીંગો, સિનેમા થિયેટરો વગેરેને નોટિસ આપી ફાયર સેફ્ટી માટે જાણ કરી છે. નોટીસ બાદ અમલ ન કરનાર એકમને સીલ માર્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 444 જેટલી શાળાઓ છે જેમાં 132 જેટલી સ્કૂલોને ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા તાકીદ કરવામાં આવી છે.

પ્રાથમિક ધોરણે કામે લાગે તેવા ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા તાકીદ
ધીરે ધીરે કોરોના કેસ ઓછા થતાં હવે સ્કૂલો ખુલવા લાગી છે અને તેમાં કોઈ પણ પ્રકારના આગના બનાવ બને તો પ્રાથમિક ધોરણે કામે લાગે તેવા ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા તાકીદ કરાઈ છે. જેમાં સ્કૂલોમાં ઓવર હેડ ટાંકી અને ભોય તળિયાની ટાંકી બનાવી અને તેમાં કનેક્શન આપી અને આગની ઘટના બને અને ઇલેક્ટ્રીક સપ્લાય ના મળે તેવા સમયમાં કામે લાગે તે રીતે ફાયરના સાધનો વસાવી લેવા માટે તાકીદ કરવામાં આવી છે.

શાળાઓમાં 5થી 10 હજાર લિટર પાણીની ટાંકી ફરજિયાત રાખવી પડશે
આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ટેંડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મોટા ભાગની શાળાઓમાં ફાયરના ઉપકરણો લગાવેલા છે પરંતુ અપડેટ ઉપકરણો લગાવવા માટે હવે તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની મોટાભાગની શાળાઓમાં 5થી 10 હજાર લિટર પાણીની ટાંકી ફરજિયાત રાખવી પડશે. જ્યારે પણ આગનો બનાવ બને તો આ પાણી ઉપયોગમાં લઈ શકાય. આ પ્રકારના ઉપકરણો 9 મીટર કે 9 મીટરથી વધુની કુળની બિલ્ડીંગ હોય તેમાં લગાવવા માટે કહેકવામાં આવ્યું છે. કાર્બન ડાયોક્સાઈડ જે પાવડર કે લિક્વિડ સ્વરૂપે હોય છે તેવ જરૂરી સાધનો લગાવવા માટે કહેવામા આવ્યું છે.