NEETનું પરિણામ જાહેર:દેશભરમાંથી 13,00,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

અમદાવાદએક મહિનો પહેલા

મેડિકલ અને ડેન્ટલ માટે લેવાથી NEETનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી 13,00,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો બે વિદ્યાર્થીઓએ પ્રથમ 100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમદાવાદના શ્લોક સોનીએ 720માંથી 705 માર્ક મેળવતા 60મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તો બીજી તરફ પ્રસમ શાહે સોમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, નીટની પરીક્ષામાં પાસ થવા માટે સ્માર્ટ વર્કની સાથે હાર્ડવર્ક પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, બાયોલોજીનું વેઇટેજ વધુ હોવાથી તેમાં વધુ મહેનત કરવી જરૂરી છે ઉપરાંત પોઇન્ટ લખી રાખવાથી વારંવાર વાંચન કરી શકાય છે.

મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની નીટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 12 સપ્ટેમ્બરે પરીક્ષા લેવાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ-વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે સાંજે એનટીએ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. એનટીએ દ્વારા રાત સુધીમાં વિદ્યાર્થીઓને માત્ર વ્યક્તિગત રીતે સ્કોરકાર્ડ જ ઈમેઈલ કરવામા આવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓને સ્કોરકાર્ડ પણ ઈમેઈલ પર મળી શક્યા ન હતા. દેશભરમાંથી ટોપ 500માં ગુજરાતના 20થી વધુ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. આ વર્ષે પરિણામ ઘણું ઊંચુ રહેતા કટ ઓફ નીચો જઈ શકે છે. એક-એક માર્ક પર હજારો વિદ્યાર્થીઓ છે અને ઘણા વિદ્યાર્થીઓને એક સરખા સ્કોર છે.

અન્ય સમાચારો પણ છે...