ભાસ્કર વિશેષ:મેટ્રોમાં 13 હજારે સ્માર્ટ કાર્ડ કઢાવ્યા, BRTSમાં એક સમયે 4 લાખે કઢાવ્યા હતા, હાલ 40 હજાર લોકો ઉપયોગ કરે છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
  • મેટ્રોમાં રોજના 50 હજાર લોકો મુસાફરી કરે છે, રોજ અંદાજે 400 સ્માર્ટ કાર્ડ નીકળે છે કાર્ડ

ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન ફેઝ-1માં લગભગ 39 કિલોમીટરના રૂટ પર દોડતી થઈ છે. માત્ર મનોરંજનનું સાધન રહેલી મેટ્રો લોકો માટે હવે ઉપયોગી અને ઝડપી પરિવહનનું સાધન બની ગઈ છે. મેટ્રોમાં રોજે રોજ ટિકિટની ખરીદી કરવાના બદલે 13 હજારે પેસેન્જરે સ્માર્ટ કાર્ડ કઢાવ્યા છે. હાલ રોજના સરેરાશ 400 સ્માર્ટ કાર્ડનું વેચાણ થઈ રહ્યું છે. મેટ્રો રેગ્યુલર શરૂ થયા બાદ હવે રોજ અંદાજે 50 હજાર પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં એક દિવસમાં સૌથી વધુ 67 હજાર પેસેન્જર અને નોર્થ સાઉથ કોરિડોરમાં 31 હજાર પેસેન્જર નોંધાયા હતા.

જ્યારે એક સમયે શહેરમાં બીઆરટીએસમાં મુસાફરી માટે 4.5 લોકોએ સ્માર્ટ કાર્ડ કઢાવ્યા હતા. હાલમાં રોજ 40 હજાર લોકો ડેઈલી તેનો ઉપયોગ કરે છે અને 16 હજાર લોકો ડિજિટલ પેમેન્ટ કરે છે.30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીએ મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. વસ્ત્રાલ ગામથી થલતેજ રૂટ પર સરેરાશ 35 હજારથી વધુ પેસેન્જરો તેમજ એપીએમસીથી મોટેરા રૂટ પર સરેરાશ 15 હજાર પેસેન્જરો રોજ મુસાફરી કરે છે. ઓક્ટોબરમાં મેટ્રોમાં કુલ 15.39 લાખ પેસેન્જરોએ મુસાફરી કરતા 2.52 કરોડ જ્યારે નવેમ્બરના 7 દિવસમાં 3.42 લાખ પેસેન્જરે મુસાફરી કરતાં જીએમઆરસીને 56.59 લાખની આવક થઈ છે.

સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરનારાને ભાડામાં 10% ડિસ્કાઉન્ટ
સ્માર્ટ કાર્ડ ધરાવતા લોકોને ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવું પડતું નથી. તેમને મેટ્રો સ્ટેશને પહોંચ્યા બાદ એન્ટ્રી કે એક્ઝિટ ગેટ પર આ સ્માર્ટ કાર્ડ ટેપ કરવાનું રહેશે. ગેટ પર કાર્ડ ટેપ કરતા દરવાજો ખુલી જશે અને જાતે જ ભાડું પણ તેમાંથી કપાઈ જશે. વધુમાં કોઈ પણ પેસેન્જર રૂ. 50ની ડિપોઝિટ ભરી કાર્ડ લઈ શકે છે અને તેમાં 50 રૂપિયાના ગુણાંકમાં બેલેન્સ કરાવી શકે છે. વધુમાં આ કાર્ડનો ઉપયોગ કરનારા પેસેન્જરોને ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...