બંદોબસ્ત:1300 મતદાન કેન્દ્ર સંવેદનશીલ, પહેલીવાર રથયાત્રા કરતાં પણ વધુ બંદોબસ્ત ગોઠવાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્મી-BSFના 13 હજાર મળી સ્થાનિક પોલીસના 30 હજાર કર્મીઓ તહેનાત

શહેરની 16 વિધાનસભા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 112 કંપની અને એસઆરપીની 16 કંપનીના 12 થી 13 હજાર જવાનો તેમજ શહેર પોલીસના 16 હજાર જવાન મળીને 30 હજાર પોલીસ-સુરક્ષા કર્મચારીને ચૂંટણી ડ્યૂટીમાં તહેનાત કરાયા છે. જો કે આ બંદોબસ્ત રથયાત્રા કરતાં ઘણો વધારે હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે. શહેરના 5599 મતદાન કેન્દ્રો પૈકી 1300 કેન્દ્ર સંવેદનશીલની વ્યાખ્યામાં આવે છે. આ તમામ સંવેદનશીલ કેન્દ્રો તેમજ બીજા કેટલાક મળીને કુલ 2800થી વધારે કેન્દ્રો પરથી કેમેરામેન દ્વારા લાઈવ પ્રસારણ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે.

ચૂંટણી પંચના અધિકારીઓ, જિલ્લા કેલકટર કંટ્રોલ રૂમ અને ગાંધીનગર ખાતેના વિશેષ કંન્ટ્રોલરૂમ ખાતે આ તમામ કેન્દ્રો પર સતત નજર રાખવામાં આવશે. કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું કે, સ્કૂલ - કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે પહેલી જ ખત મતદાન કરવાના છે. જેથી તેમને મતદાન અંગે જાગૃત કરવા પોલીસ દ્વારા દરેક સ્કૂલ - કોલેજમાં જઈને મતદાન જાગૃતિ અંગે પ્રયાર કરવામાં આવી રહ્યો છે.

જેથી આ બંને દિવસે શહેર પોલીસના 10 હજાર જવાનો, 6 હજાર હોમગાર્ડના જવાન અને સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ અને એસઆરપીની 128 કંપનીના 12 થી 13 હજાર જવાનો મળીને 30 હજાર જવાનોનો બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત દરેક મતદાન મથકની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસ ડ્રોન દ્વારા પણ દરેક સેન્ટર ઉપર બાજ નજર રાખશે. સંવેદનશીલ કેન્દ્રો પર વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

નાકાબંધી પોઈન્ટ ઉપર પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ

શહેરના એન્ટ્રી - એકઝીટ સહિત 48 નાકાબંધી પોઈન્ટ ઉપર સ્ટેટિક સર્વેલન્સ ટીમ(એસએસટી) અને ફલાઈંગ સર્વેલન્સ ટીમ( એફએસટી) તહેનાત કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓ, ચૂંટણી અધિકારીઓ, જીએસટી વિભાગની ટીમ, રેવન્યુ વિભાગની ટીમ તહેનાત રહે છે. જો કે વાહન ચેકીંગ દરમિયાન વિવાદ ન થાય તે માટે દરેક નાકાબંધી પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહે છે.

વિવાદિત પોસ્ટ - પ્રચાર કરનારા પર પોલીસની નજર
સોસિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ કરનારા તેમજ પ્રચાર કરનારા લોકો ઉપર પોલીસ બાજ નજર રાખી રહી છે. જેના માટે સાયબર ક્રાઈમની જુદી જુદી ટીમો કામ કરી રહી છે. કોઇ પણ વ્યકિત સોસિયલ મિડિયા ઉપર વિવાદિત પોસ્ટ - પ્રયાર કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
6000 પોલીસકર્મીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યંુ
મતદાનના દિવસે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી શહેરના પોલીસ અધિકારી - કર્મચારીઓ માટે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા શાહીબાગ પોલીસ હેડ કવાટર ખાતે કરવામાં આવી હતી. જેમાં શનિવાર બપોર સુધીમાં 85 ટકા પોલીસ કર્મચારીઓએ એટલે કે 6000 પોલીસ કર્મચારીોએ મતદાન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...