ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ પર ફીનું ભારણ વધશે. અમદાવાદમાં સરકારી ફી સ્લેબના 15 હજાર, 25 હજાર અને 30 હજારનો સ્વીકારી કરનારી સ્કૂલોની સંખ્યામાં આ વર્ષે 130 સ્કૂલોનો ઘટાડો નોંઘાયો છે. વર્ષ 2021-22માં એફિડેવિટ કરનારી સ્કૂલોની સંખ્યા 1,781 હતી, વર્ષ 2022-23 માટે આવેલી એફિડેવિટ કરનારી સ્કૂલોની સંખ્યા 1,651 છે.
કોરોનામાં સ્કૂલોના ખર્ચમાં વધારો અને દર વર્ષે 10 ટકા ફીમાં થતા વધારાથી સ્કૂલો સરકારી સ્લેબમાંથી બહાર નીકળી જતા હવે આ સ્કૂલોએ દરખાસ્ત કરી છે. ઝોન એફઆરસી દ્વારા અમદાવાદની સ્કૂલો પાસેથી 2022-23 માટેની દરખાસ્ત અને એફિડેવિટ મગાવી છે. એફિડેવિટ કરનારી સ્કૂલોની સંખ્યામાં આ વર્ષે મોટો ઘટાડો નોંધાયો છે. જે સ્કૂલોએ એફિડેવિટની જગ્યાએ દરખાસ્ત કરી છે કે તે તમામ સ્કૂલોએ 10 ટકા કરતા વધારેનો વધારો માગ્યો છે. સ્કૂલ સંચાલકોએ અત્યાર સુધી વિવિધ વસ્તુઓ પર કરેલા ખર્ચ પણ પોતાની દરખાસ્તમાં જોડ્યા છે.
પ્રથમ વખત દરખાસ્ત રજૂ કરનારી સ્કૂલે વસાવેલી વસ્તુનો ખર્ચ FRCમાં રજૂ કર્યો
એર કંડિશનર | 20,52,746 |
બિટલ ફોન | 13,320 |
બ્લેક બોર્ડ | 2,34,634 |
સીસીટીવી | 6,79,875 |
કમ્પ્યુટર | 19,14,958 |
કોઉન્ટિંગ મશીન | 13,412 |
ઈલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ | 3,77,744 |
ફાયર સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ | 2,32,335 |
ફર્નિચર | 14,46,271 |
લેબોરેટરી ઇક્વિપમેન્ટ | 3,08,808 |
મોબાઇલ એકાઉન્ટ | 36,550 |
મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ | 61,072 |
પ્લાસ્ટિક ચેર | 1,59,885 |
પ્રોજેક્ટર | 41,625 |
આરઓ પ્લાન્ટ | 70,670 |
રમકડા | 9,57,894 |
એક સ્કૂલે આખા વર્ષનો 75 લાખનો ખર્ચ રજૂ કર્યો
વિગતખર્ચ | ખર્ચ |
સેલરી-એલાઉન્સ | 47,50,000 |
બિલ્ડિંગ રેન્ટ | 11,75,000 |
લાઇટ બિલ | 45,230 |
એક્ટિવિટી ખર્ચ | 1,22,600 |
મેઇન્ટેનન્સ ખર્ચ | 2,37,890 |
બુક્સ | 44,000 |
ટ્રાન્સપોર્ટેશન | 18,690 |
હાઉસ કીપિંગ | 4,80,000 |
એક્ઝામિનેશન ખર્ચ | 3,37,720 |
રજૂ થયેલી એફિડેવિટ
વર્ષ | 2021-22 | 2022-23 |
સ્કૂલોની સંખ્યા | 1781 | 1651 |
સ્કૂલોના ખર્ચના આધારે ફી નક્કી કરવામાં આવશે
ફી નક્કી કરવા માટે પહેલીવાર એફિડેવિટમાંથી દરખાસ્ત કરનારી સ્કૂલોએ 15 હજારથી સીધો 17થી 18 હજાર સુધીનો વધારો માગ્યો છે. આ સાથે સંચાલકોએ અત્યાર સુધીમાં સ્કૂલમાં વસાવેલી વસ્તુનો ખર્ચ અને હિસાબો રજૂ કર્યા છે. ટૂંકમાં સ્કૂલના ખર્ચના આધારે ફી નક્કી થશે.
શિક્ષકોનો પગાર વધ્યો નથી પણ ફી વધારાનો લાભ સ્કૂલોએ લીધો છે
એફિડેવિટ કરનારી સ્કૂલોની સંખ્યામાં ઘટાડાની સૌથી મોટી અસર મધ્યમ અને ગરીબ વાલીઓ પર થશે. શિક્ષકોના પગારમાં તો વધારો થયો નથી, હા અમુક ચીજોના ભાવ વધ્યા છે. પરંતુ દર વર્ષે ફી વધારાના નિયમનો લાભ સ્કૂલ સંચાલકોએ લીધો છે.
સરકાર દ્વારા એફઆરસી લાગુ થતા ધોરણ 1થી 8 માટે 15 હજાર, 9થી 12 માટે 25 હજાર, ધોરણ 11 - 12 સામાન્ય પ્રવાહ માટે 25 હજાર, જ્યારે કે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે 30 હજારનો સરકારી સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો.
સરકારી સ્લેબનો સ્વીકાર કરનારી સ્કૂલોએ એફિડેવિટ કરવાનું રહેશે. જ્યારે કે સરકારી સ્લેબનો સ્વીકાર ન કરી દરખાસ્ત કરનારી સ્કૂલોએ માગેલી ફી પ્રમાણેના ખર્ચનો ઓડિટ રિપોર્ટ આપવાનો રહેશે. એફઆરસીના સભ્યો સ્કૂલે આપેલા ખર્ચ પરથી સ્કૂલની ફી નક્કી કરે છે. દર વર્ષે કેટલીક સ્કૂલોની ફી વધારાની દરખાસ્ત પણ ફગાવી દેવામાં આવતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.