તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શાહીબાગમાં ઘરમાં ઘુસેલો 13 વર્ષીય ચોર બાથરૂમમાંથી પકડાયો, સગીરને જુવેનાઈલ હોમમાં મોકલાશે

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂમના બાથરૂમમાંથી અવાજ આવતા ભાંડો ફૂટ્યો, પાછલા દરવાજેથી ઘૂસ્યો હતો

શહેરના શાહીબાગમાં એક ઘરમાં ચોરી કરવા આવેલો સગીર વયનો ચોર પરિવારની સતર્કતાને કારણે ઝડપાઈ ગયો હતો. ઘરમાં હાજર માતા-પુત્રએ ચોરને બાથરૂમમાંથી પકડીને પોલીસને ફોન કર્યો હતો. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

શાહીબાગ અંડરબ્રિજ પાસેના શાલીમાર ફ્લેટમાં ઉમંગ મિત્તલ(ઉં.27)પરિવાર સાથે રહે છે. તેઓ રવિવારે ઘરે લેપટોપમાં મુવી જોતા હતા અને માતા ઉમાબેન ગાર્ડનમાં હતા, તે દરમિયાન એક 13 વર્ષીય સગીર તેમના ઘરમાં પાછળના દરવાજેથી ચોરીના ઈરાદે ઘુસ્યો હતો. ઉમાબેને રૂમમાં આવી જોયું તો, રૂમની તીજોરી ખુલ્લી અને સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. જેથી દીકરા ઉમંગને જાણ કરતાં, તેણે પિતાના રૂમમાં તપાસ કરી તો ત્યાં પણ સામાન વેરવીખેર પડ્યો હતો. બીજી તરફ રૂમના બાથરૂમમાંથી અવાજ આવતો હોઇ, બાથરૂમમાં ચેક કરતાં એક છોકરો જોવા મળ્યો હતો. બીજી તરફ ઉમાબેને પાડોશના લોકોને ભેગા કરી ચોરને ઝડપી લઇ, શાહીબાગ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.

સગીરને જુવેનાઈલ હોમમાં મોકલાશે
આરોપી સગીર વયનો હોવાના પુરાવા પોલીસ એકત્ર કરી રહી છે. કાયદા અનુસાર સગીર વયના આરોપીની જુવેનાઈલ કાયદા અનુસાર કાર્યવાહી કરવાની હોઇ, સગીર આરોપીને જુવેનાઇલ હોમમાં મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો