ગુજરાતમાં વરસાદ:રાજ્યમાં સરેરાશ વરસાદમાં 17 વર્ષમાં 13%નો વધારો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • 5 વર્ષમાંથી 3 વર્ષ 100 ટકાથી વધુ વરસાદ, અમુક વર્ષ સારા વરસાદથી સરેરાશ પણ વધે
  • છેલ્લાં 30 વર્ષના વરસાદના આંકડાને આધારે સરેરાશ વરસાદ નક્કી થાય છે

રાજ્યમાં ચોમાસાના છેલ્લા દિવસો ગણાઇ રહ્યા છે. રાજ્યમાં 118 ટકા વરસાદ થયો છે. સરેરાશ 34 ઇંચ વરસાદની સામે અત્યાર સુધી સરેરાશ 40 ઇંચ વરસાદ પડી ગયો છે. કચ્છમાં સરેરાશ 18 ઇંચ વરસાદની સામે 34 ઇંચ એટલે કે 185 ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ ઝોનમાં 100 ટકા કરતાં વધારે વરસાદ થઇ ગયો છે.

વરસાદના પ્રમાણમાં 15 વર્ષમાં 13%નો વધારો
રાજ્યમાં સરેરાશ વરસાદના આંકડાઓ છેલ્લાં 30 વર્ષમાં પડેલા વરસાદના આધારે નક્કી કરવામાં આવતા હોય છે. 2005થી 2022 સુધીના આંકડાઓનું એનાલિસિસ કરતાં ગુજરાત માટે એક સારા સમાચાર જાણવા મળી રહ્યા છે કે, રાજ્યમાં 30 વર્ષના સરેરાશ વરસાદના પ્રમાણમાં 15 વર્ષમાં 13%નો વધારો નોંધાયો છે. 2005માં સરેરાશ વરસાદ 30 ઇંચ હતો જે વધીને 2022માં 34 ઇંચ થઇ ગયો છે.

2005માં સરેરાશ વરસાદ 30 ઇંચ હતો, આજે 34 ઇંચ

વર્ષસરેરાશ(ઇંચ)વરસાદ(ઇંચ)ટકા
20053045152
2009332473
2015322681
2018332676
20193347146
20203345137
2021333398
20223440118

રાજ્યભરમાં 101 જળાશયો સંપૂર્ણ ભરાયેલાં​​​

ઝોનવરસાદજળસંગ્રહપૂર્ણ ભરાયેલાં
(ટકા)(ટકા)જળાશયો
ઉત્તર12189.225
મધ્ય9382.726
દક્ષિણ13093.678
સૌરાષ્ટ્ર10887.0170
કચ્છ18575.0112
નર્મદા-99.93-
કુલ11893.74101

​​​​​​સારો વરસાદ થાય ત્યારે સરેરાશ બદલાય

દર વર્ષે વરસાદના પ્રમાણમાં ફેરફાર હોય છે. ક્યારેક વરસાદની ઘટ પણ જોવા મળતી હોય છે. સારો વરસાદ થાય ત્યારે સરેરાશ બદલાતી હોય છે. દરેક વર્ષના વરસાદ પર આધાર રાખે છે.’- મનોરમા મોહંતી, નિયામક, હવામાન વિભાગ
30 વર્ષમાં 9 વર્ષ 40 ઇંચથી વધારે વરસાદ

વર્ષવરસાદ (ઇંચમાં)
199450
200546
200649
200745
201042
201347
201947
202045
202240

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...