ટેક્સ દૂર કરવા ભલામણ:13 મુદ્દા વિશે CBICના ચેરમેન, GST કમિશનરને ચેમ્બરનો પત્ર

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 25 કિલોથી ઓછા વજનનાં પેકેટ પરનો ટેક્સ દૂર કરવા ભલામણ

જીએસટી લાગુ થયો ત્યારથી કરદાતાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે જીએસટી કમિશનર તેમજ સીબીઆઇસીના ચેરમેનને પત્ર લખીને રજૂઆત કરી છે. કુલ 13 મુદ્દાઓ સાથે રૂબરૂ બેઠક કરવા રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પથિક પટવારીએ જીએસટી કમિશનર તેમજ સીબીઆઇસી ચેરમેનને 13 મુદ્દાઓનો પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં વિસંગતતા હોય તો અધિકારીએ એએસએમટી-10 ઇસ્યુ કરવાનું હોય છે. વેપારી તેની સામે એએસએમટી-11 ફાઇલ કરવામાં આવે છે પરંતુ ત્યાર બાદ અધિકારી દ્વારા એએસએમટી-12 ઇસ્યુ કરવામાં આવતું નથી. કાઉન્સીલ મિટિંગની મિનિટસ તેમજ એજન્ડા વેબસાઇટ પર અપલોડ કરવી. સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટે ઇસ્યુ કરેલી સૂચનાઓની સ્ટેટ ડિપાર્ટમેન્ટ માન્ય રાખતા નથી. સ્ટેટ જીએસટીએ પણ ટેક્સપેયરને એકનોલોજમેન્ટ ઇસ્યુ કરવી જોઇએ. અધિકારીઓ ડિઆરસી-01 ઇસ્યુ કરી વ્યક્તિગત સુનાવણી બાદ પણ ડિઆરસી-07 ઓર્ડર ઇસ્યુ કરતાો નથી. ખાદ્યતેલના વેપારીઓની ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટક્ચર અંતર્ગત વેપારીઓને મળવાપાત્ર ક્રેડિટ ફરીથી શરૂ કરવી જોઇએ.

વ્યક્તિગત મુદ્દે પણ રજૂઆતો કરાઈ

  • પ્રીપેકેજડ અને લેબલ્ડ ગુડઝ 25 કિલો નીચે જીએસટી લાગે છે, પરંતુ 25 કિલો ઉપર જીએસટી ન લાગતા નાના માણસોને તેના પર જીએસટી ચૂકવવો પડે છે.
  • અનરજિસ્ટર્ડ વ્યક્તિના રિફંડ રિજેકટ કરાય છે, ટેક્સનું ભરનાર તમામ લોકો રિફંડના હકદાર છે.
  • વ્યક્તિગત વસ્તુઓ જેમ કે ગાડી, દાગીના, લેપટોપ જેવી વેચાણ પર જીએસટીની એપ્લિકેબિલીટી અંગે પણ ચોખવટ કરવી જોઇએ.
  • નવા રજીસ્ટ્રેશન લેવા માટે અધિકારીઓ બિનજરૂરી દસ્તાવેજો અને વિગતો માગવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...