તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DCP સ્ક્વોડે દરોડો પાડ્યો:કાળુપુરની દોશીવાડા પોળમાં ભાડે દુકાનમાં જુગાર રમતા 13 પકડાયા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોકડ, ફોન, વાહનો મળી કુલ 2.56 લાખનો મુદ્દામાલ જપ્ત

કાલુપુરની દોશીવાડાની પોળમાં શ્રીનાથ ચેમ્બરના ત્રીજા માળે ભાડાની દુકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર ડીસીપી સ્ક્વોડે દરોડો પાડી જુગાર રમતા 13 લોકોને પકડી લીધા હતા. આ 13 માણસો પાસેથી પોલીસે રોકડ, મોબાઇલ અને વાહનો મળીને કુલ 2.56 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે.

કાલુપુર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી ન હોવાથી ડીસીપીની ટીમે દરોડો પાડ્યો હતો. શ્રીનાથ ચેમ્બરની દુકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી ઝોન - 3 ડીસીપી મકરંદ ચૌહાણને મળી હતી, જેના આધારે તેમણે સ્ક્વોડને સૂચના આપતા શનિવારે મોડી રાતે 2 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન ત્યાંથી આનંદ ધારા સહિત 13 માણસ જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી પોલીસે રોકડા રૂ.33 હજાર, 6 ફોન (રૂ.90 હજાર) અને 6 વાહન (રૂ.1.32 લાખ) મળીને કુલ રૂ.2.56 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રેડ ન પાડવા બદલ માધુપુરા PI સસ્પેન્ડ થયા હતા
15 દિવસ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કમિશનર કચેરી પાછળ ધમધમતા દાઉદના જુગારના અડ્ડા પર દરોડો પાડીને 18 લોકોને પકડ્યા હતા. આ જુગારનો અડ્ડો માધવપુરા પીઆઈ એમ. બી. બારડની રહેમનજર હેઠળ ચાલતો હોવાનું કમિશનરના ધ્યાન પર આવ્યું હતું, જેથી પોલીસ કમિશનરે પીઆઈ બારડને સસ્પેન્ડ કર્યા હતા.

જુગાર રમતા આ 13 લોકોની ધરપકડ કરાઈ
આનંદ ધારા, અશરફ શેખ, રજનીકાંત પરમાર, વાસ્કર દાસ, તપન ખમરાઈ, રાજકુમાર જન્ના, હુસેનઅલી શેખ, રેહાન બાદશાહ શેખ, મનોરંજન સામંત, મીલન મુન્ના, ગોરાનંદ સેન, સહાદત શેખ, બરુન શેઠ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો