વંદે ભારત ટ્રેનને લીધે ગાંધીનગર - મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ સહિત અમદાવાદની 13 ટ્રેનો મળી 25 ટ્રેનોના સમયમાં 5 મિનિટથી લઈ 55 મિનિટ સુધીનો ફેરફાર કરાયો છે. મોટાભાગની ટ્રેનોની સ્પીડ વધારવાની સાથે કેટલાક સ્ટેશનો પર સ્ટોપેજ સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેના પગલે આ ટ્રેનો તેના જે તે સ્ટેશને પહોંચવાના સયમમાં પણ ફેરફાર થશે. મુંબઈ-ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસ વાપી સ્ટેશને 5 મિનિટ મોડી પહોંચશે પરંતુ અમદાવાદ સ્ટેશને નિર્ધારિત સમય કરતા 5 મિનિટ વહેલી પહોંચશે.
મુંબઈ-અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન મુંબઈથી 5 મિનિટ વહેલી ઉપડશે. હાવડા અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન સુરત ખાતે 7 મિનિટ વહેલી આવશે. બરૌની-અમદાવાદ તેમજ આસનસોલ અમદાવાદ સુરત ખાતે 43 મિનિટ વહેલી તેમજ અમદાવાદ ખાતે 50 મિનિટ વહેલી પહોંચશે. સિકંદરાબાદ-રાજકોટ, સિકંદરાબાદ-પોરબંદર, કોઈમ્બતુર-રાજકોટ, કાકીનાડા - ભાવનગર ટ્રેનો સુરત સ્ટેશને 10 મિનિટ મોડી આવશે. ગુવાહાટી-ઓખા દ્વારકા અને કામખ્યા-ગાંધીધામ નડિયાદ 7 મિનિટ મોડી આવશે. વડોદરા-અમદાવાદ મેમૂ વડોદરાથી 5 મિનિટ મોડી ઉપડશે પણ અમદાવાદ 5 મિનિટ વહેલી પહોંચશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.