તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં સોમવારે કોરોનાના વધુ નવા 268 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં કલાપીનગર અને શાહપુરમાં 13-13 નવા કેસ મળ્યા છે. બાપુનગરમાં 11, કાલુપુરમાં 7, શાહીબાગ 3, નારણપુરામાં 5 કેસ મળ્યા છે. સી.જી રોડ અને પાંજરાપોળમાં ચેપ પ્રસરતા એક-એક કેસ નોંધાયા છે. એરપોર્ટ રોડ ખાતે આવેલા વેદ બંગ્લોઝમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં બે વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. પોઝિટિવ કેસનો આંકડો કુલ આંક પણ 6086એ પહોંચી ગયો છે.
નારણપુરામાં 5, શાહીબાગમાં 3, સીજી રોડ-પાંજરાપોળમાં પણ ચેપ પ્રસર્યો
શહેરમાં છેલ્લા અગિયાર દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા લગભગ 250ની આસપાસ સ્થિર થઈ છે. ટેસ્ટિંગ સ્ટ્રેટજીમાં કોઈ ફેરફાર કર્યો ન હોવા છતાં અને એગ્રેસીવ ટેસ્ટિંગ ચાલુ હોવા છતાં આ આંકડો સ્થિર થવા પાછળના કારણો અંગે પણ હેલ્થ ટીમોએ અભ્યાસ શરૂ કર્યો છે. જો કે, આગામી દિવસોમાં આ આંકડો વધવાની શકયતા હેલ્થ વિભાગના સૂત્રો નકારી રહ્યાં નથી. કોરોના પ્રસર્યો ત્યારથી શહેરમાં એક જ વખત પોઝિટિવ કેસનો આંકડો 300ને પાર ગયો છે.
સોમવારે નોંધાયેલા કેસ પણ ઘણા ચિંતાજનક છે. કેમ કે, શહેરના પશ્ચિમ વિસ્તાર જયાં લૉકડાઉનનું અન્ય વિસ્તારો કરતા વધુ પાલન થયું છે અને કોરોનાની ગાઈડલાઈન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે તેવા ટાવર અને ફલેટમાં હવે સંક્રમણ ફેલાયું છે. સી.જી.રોડ પર આવેલા રામરત્ન કોમ્પ્લેકસમાં એક પોઝિટિવ કેસ મળ્યો છે. આ ઉપરાંત પાંજરાપોળના અંતરિક્ષ ટાવરમાં રહેતા 59 વર્ષીય પુરુષ ઝપેટમાં આવ્યા છે.
વેજલપુરના શ્રીનંદનગરમાં, નારણપુરાના સમર્પણ તથા નીલદીપ ટાવર, પાલડીના સ્વામિનારાયણનગર તથા કલાકુંજ સોસાયટી, નવરંગપુરાના પારિજાત એપાર્ટમેન્ટ, જીવરાજપાર્કના સુવિધિ ટાવર તથા ઘાટલોડિયાના સર્વોદય વિભાગ-3 માં આવેલા ભારતી ટેનામેન્ટમાં પોઝેટિવ કેસ નોંધાયા છે. રાણીપમાં પણ 8 કેસ નોંધાયા છે. ઘોડાસરમાં 5 અને પાલડીમાં 3 કેસ નોંધાયા છે.
પશ્ચિમ ઝોનના આસિ.TDOને પણ ચેપ
પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ કિશોર વનારાને પણ કોરોનાનો ચેપ લાગતા તેમને હોમ આઈસોલેશન કરાયા હતા. આ ઉપરાંત એસવીપીમાં વધુ એક કર્મચારીને પણ ચેપ લાગ્યો હતો. શાહપુર ફાયરબ્રિગેડના જવાન પણ ઝપેટમાં આવ્યો હતો.અત્યારસુધી મ્યુનિ.ના 120 થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, બોડકદેવ વોર્ડમાં જ આસિસ્ટન્ટ સિટી ઇજનેર કક્ષાના મહિલા અધિકારી સહિત 3 જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ કર્મચારીઓને કોરોનાના લક્ષણો દેખાયા હતા. આ પછી તેમણે પોતાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.