• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 1296 New Cases Registered In Ahmedabad, 1533 People Discharged, 10 People Killed, Not A Single New Micro Containment Zone, 5 Zones Removed

કોરોના હવે કાબુમાં:અમદાવાદમાં નવા 1296 કેસ નોંધાયા, 1533 લોકો ડિસ્ચાર્જ, 10 લોકોનાં મોત, એક પણ નવો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં, 5 ઝોન દુર કરાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અમદાવાદમા ફરીવાર એક પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી થયો નથી. પાંચ ઝોનને દુર કરવામા આવ્યાં છે - Divya Bhaskar
આજે અમદાવાદમા ફરીવાર એક પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી થયો નથી. પાંચ ઝોનને દુર કરવામા આવ્યાં છે
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 20 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 75 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે જોધપુર, ચાંદલોડિયા, પાલડી અને ગોતામાં 39 મકાનોના 159 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યાં છે. બુધવારે શહેરમાં 5 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યાં છે. હવે શહેરમાં 43 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

શહેરમાં કોરોનાના નવા કેસોમાં સૌથી મોટો ઘટાડો થયો
શહેરમાં કોરોનાના નવા કેસોમાં સૌથી મોટો ઘટાડો થયો

ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (20 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા નવા કેસ કરતાં ડબલ થઈ
શહેરમાં ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા નવા કેસ કરતાં ડબલ થઈ

શહેર અને જિલ્લામાં નવા કેસનો આંકડો એક હજારે પહોંચશે
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 1324 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં 14 દિવસ બાદ 3 હજારથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયા છે. એટલે કે 1603 દર્દીએ કોરોનાને માત આપી છે. ઉલ્લેખનીય છે કે, શહેર અને જિલ્લામાં 13 એપ્રિલ બાદ એટલે કે 33 દિવસ બાદ પહેલીવાર 2 હજાર 278 કેસ નોંધાયા હતા.

મોતના આંકડાઓ પણ ઘટવા માંડ્યા
મોતના આંકડાઓ પણ ઘટવા માંડ્યા

શહેર અને જિલ્લામાં કુલ મૃત્યુઆંક 3 હજાર 254 થયો
18 મેની સાંજથી 19મેની સાંજ સુધીમાં શહેરમાં 1 હજાર 296 અને જિલ્લામાં 28 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1 હજાર 533 અને જિલ્લામાં 70 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 10 દર્દીનાં મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 29 હજાર 215 થયો છે. જ્યારે 2 લાખ 480 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 254 થયો છે.

અન્ય સમાચારો પણ છે...