તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:​​​​​​​ગુજરાતમાંથી 2 મહિનામાં 129 નકલી ડોક્ટર ઝડપાયા, કોરોનાના ખોફનો ફાયદો ઉઠાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા, અનેકની સ્થિતિ ગંભીર બની હતી

અમદાવાદ9 દિવસ પહેલા
  • 129માંથી 53 ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝડપાયા છે
  • વલસાડ જિલ્લામાં સૌથી વધુ 9 નકલી ડોક્ટર ઝડપી ગુના નોંધાયા છે

રાજ્યમાં કોરોના મહામારીને પગલે છેલ્લા ડોઢ વર્ષથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ, ઈન્જેક્શન સહિતની અછતના કારણે દર્દીઓ કલાકો સુધી લાઈનોમાં પણ ઉભા ઉભા રહેવું પડ્યું હતું. ત્યારે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી કોરોના સારવારના બહાને પેક્ટિસ કરતા નકલી ડોક્ટરો ઝડપાયા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ નકલી ડોક્ટરો કોઈપણ ડિગ્રી વગર ઘણા લાંબા સમયથી ક્લિનિક ચલાવી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. અનેક જગ્યાએ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરી સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવતું હોવાનું ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાર પર આવ્યું હતું. ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો. સ્પેશિય ટીમે અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી અત્યાર સુધીમાં કુલ 129 નકલી ડોક્ટરોની ધરપકડ કરી છે જેમા 53 ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝડપાયા છે

ક્લિનિકમાં રહેલી દવાઓ પણ જપ્ત કરવામાં આવી
ક્લિનિકમાં રહેલી દવાઓ પણ જપ્ત કરવામાં આવી

ડીજીપીના આદેશ બાદ સ્પેશિયલ ટીમે એક્શનમાં આવી
રેડ કરતી સ્પેશિયલ ટીમને જાણ થઈ કે બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ ક્લિનિકના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલો અછત છે ત્યાં અમુક આ પ્રકારના ડોક્ટર સારવારના નામે લોકોને આડી અવડી દવાઓ આપતા હોય છે. ડોક્ટર ડીગ્રી કે પ્રેક્ટિસનો પરવાનો ન હોવા છતાં ગામડાના લોકોને કોરોનાની સારવારના નામે મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. આવા ડોકટરો પાસે સારવાર લેનાર અનેક દર્દીની તબિયત બગડતા તેઓને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કિસ્સાઓની જાણ ડીજીપી આશિષ ભાટિયાને થતા તેઓએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો.

બનાસકાંઠામાં નકલી ડોક્ટર ઉપર પોલીસની રેડ, 5ની ધરપકડ
બનાસકાંઠામાં નકલી ડોક્ટર ઉપર પોલીસની રેડ, 5ની ધરપકડ

1 એપ્રિલથી 31 મે સુધીમાં 129 નકલી ડોક્ટર ઝડપાયા
1 એપ્રિલથી 31 મે સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે 129 નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે જેમાથી 53 બોગસ ડોક્ટર ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝડપાયા છે. ત્યારે 18 નકલી ડોક્ટરો તો માત્ર બે દિવસમાં પકડાયા હતા. જેમા વલસાડ જિલ્લામાં સૌથી વધુ 9 નકલી ડોક્ટર ઝડપી ગુના નોંધાયા છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં 4, પંચમહાલમાં 4, મોરબીમાં એક નકલી ડોક્ટર પકડાયા છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાત બહારથી આવેલા શખ્સો ડિગ્રી વગર નકલી ડોક્ટર બની ગામડાના લોકોને સારવારના નામે લૂંટી રહ્યા હતા. હજુપણ સ્પેશિયલ ટીમ અલગ-અલગ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના ડોક્ટરોની શોધ કરી રહી છે અને ઝડપાયા બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ગાંધીનગરમાંથી પણ નકલી ડોક્ટરો ઝડપાયા
રાજ્યમાં અનેક ફરિયાદ ઉઠી હતી કે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો સર્ટિફિકેટ વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેના આધારે રાજ્યભરમાં બોગસ ડોક્ટરને ઝડપી પાડવા અભિયાન ચલાવામાં આવ્યુ હતું. ત્યારે ગાંધીનગર પોલીસે પણ મેડિકલ ઓફિસરને સાથે રાખીને કલોલ અને દહેગામમાં દરોડા પાડી ચાર ડોક્ટરને ઝડપી પાડ્યા હતા. જેમાથી એક ડોક્ટર કલોલ અને ત્રણ ડોક્ટર દહેગામમાંથી ઝડપાયો હતો. તો નવસારી જિલ્લામાં ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાંથી વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા છે.