કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ અમદાવાદમાં નોંધાયેલી અંદાજે 7.59 લાખ કારમાંથી 1.28 લાખ 20 વર્ષ કે તેથી વધુ જૂની હોવાથી સ્ક્રેપમાં કાઢવી પડશે. એજ રીતે 20 હજારમાંથી 19 હજાર સરકારી બસ અને 28 હજારથી વધુ ટ્રક પણ સ્ક્રેપમાં જશે. ટ્રાન્સપોર્ટ વાહનોમાં 96.07 ટકા સરકારી બસો, 97.2 ટકા પોલીસવાન, 99.9 ટકા ટ્રેલર અને 87.5 ટકા ટેન્કર ઉપરાંત ખાનગી વાહનોમાં 17 ટકા કાર, 22.2 ટકા મોટરસાઇકલ, 63.75 ટકા મોપેડ અને 40.6 ટકા ટ્રેકટર વાહનો સ્ક્રેપમાં જશે. અગાઉ અમદાવાદ આરટીઓમાં મહેસાણા, હિંમતનગર અને ગાંધીનગર જિલ્લાના વાહનો પણ રજિસ્ટ્રેશન થતાં હતાં. આ પછી સમયાંતરે આરટીઓ કચેરી બનતા વાહન અને લાઇસન્સની વિવિધ કામગીરી અલગ થઇ હતી. વાહન વ્યવહાર વિભાગના આંકડાને આધારે સ્ક્રેપ વાહનોનો અંદાજ કઢાયો છે.
ઉપરોક્ત આંકડા અમદાવાદ આરટીઓમાં 1964-65થી આજ સુધી નોંધાયેલા આંકડામાંથી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોનો આંકડો બાદ કરીને સ્ક્રેપના વાહનોનો આંકડો મેળવવામાં આવ્યો છે. આરટીઓના ભૂતપૂર્વ અધિકારીઓ કહ્યું કે, સ્ક્રેપનો આંકડામાં આવેલા વાહનો અમદાવાદ સુભાષબ્રિજ, વસ્ત્રાલ, બાવળા ઉપરાંત ગાંધીનગર, હિંમતનગર અને મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. અગાઉ રજિસ્ટ્રર થયેલા વાહનોમાંથી કેટલાક વાહનો ઉપરોક્ત જિલ્લાની આરટીઓમાં રજિસ્ટ્રેશન રદ કરાવ્યું છે કે નહીં ? તેની માહિતી નથી. જેથી અમદાવાદ આરટીઓમાં રજિસ્ટર થયેલા કુલ વાહનોમાંથી રજિસ્ટ્રેશન રદ થયેલા વાહનોનો આંકડો જાણી શકાતો નથી. વાહન માલિકે વાહન સ્ક્રેપ કરતા પહેલા આરટીઓમાં વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાવું પડે છે. ચેસીસ નંબર અને નંબર પ્લેટ જમા કરાવવીને માલિકનું નામ અને સરનામાનો અરજીમાં ઉલ્લેખ કરવો પડે છે. અરજી બાદ ઇન્સ્પેક્ટર વાહનનું ઇન્સ્પેક્શન કરીને રજિસ્ટ્રેશન રદ કરવા હુકમ કરે છે.
કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ વસ્ત્રાલ એઆરટીઓ વર્ષ 2011માં શરૂ થઇ ત્યારથી લઇ અત્યાર સુધીમાં 8.32 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાંથી કોમર્શિયલ અને ખાનગી મળી અંદાજે એક લાખ વાહનો 15થી 20 વર્ષ જૂના હોવાનું મનાય છે. આમાંથી 10 હજાર વાહનો કોમર્શિયલ અને 90 હજાર ખાનગી વાહનો હશે. આવી જ રીતે બાવળા આરટીઓ વર્ષ 2017માં શરૂ થઈ હતી. આ કચેરીમાં 1.53 લાખ રજિસ્ટ્રેશન થયેલા વાહનોમાંથી અંદાજે 7500 વાહનોમાંથી 15 વર્ષ જૂના 700 કોમર્શિયલ વાહનો અને 20 વર્ષ જૂના 6800 ખાનગી વાહનો હોવાનો અંદાજ મુકાયો છે.
38 ટકા રિક્ષા અને 18 ટકા મેક્સિ કેબ સ્ક્રેપમાં જશે
કોમર્શિયલ | કુલ નોંધાયેલા | 2006 પછી | સ્ક્રેપ | સ્ક્રેપ વાહન |
વાહનો | વાહન | રજિસ્ટર | થશે | ટકામાં |
ટ્રક-લોરી | 50,217 | 23,042 | 27,175 | 54 |
ટેન્કર | 3420 | 427 | 2,993 | 87 |
થ્રી-વ્હીલર | 69571 | 46162 | 23,409 | 33.06 |
અધરલાઇટ | 42,752 | 29621 | 13,131 | 30.07 |
સરકારી બસો | 20510 | 672 | 19,838 | 96 |
ખાનગી બસો | 7963 | 5122 | 2,841 | 35 |
મેક્સીકેબ | 6970 | 5718 | 1,252 | 18 |
સ્કૂલબસ | 981 | 722 | 259 | 26 |
ખાનગી સર્વિસ | 1123 | 282 | 841 | 75 |
પોલીસવાન | 842 | 23 | 819 | 97 |
એમ્બ્યુલન્સ | 1471 | 610 | 861 | 58 |
રીક્ષા | 199353 | 122989 | 76,364 | 38 |
ટેક્સી | 23638 | 17523 | 6,115 | 26 |
જીપ | 30855 | 9152 | 21,703 | 70 |
ટ્રેલર | 29217 | 8 | 29,209 | 99 |
અન્ય | 12151 | 7067 | 5084 | 41 |
કુલ | 501034 | 269140 | 231894 | 46 |
ખાનગી વાહનો | કુલ નોંધાયેલાં વાહન | 2001 પછી રજિસ્ટર | સ્ક્રેપ થશે | સ્ક્રેપ વાહન ટકામાં |
કાર | 759,678 | 631,333 | 128,345 | 17 |
મોટરસાઇકલ | 2,822,147 | 2,194,154 | 627,993 | 22 |
મોપેડ | 296978 | 107654 | 189,324 | 64 |
ટ્રેક્ટર | 55104 | 32720 | 22,384 | 40.06 |
કુલ | 3,933,907 | 2965861 | 968,046 | 24.06 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.