ભાસ્કર RTI:બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે1.27 લાખ વૃક્ષો કાપવામાં આવ્યાં, 2.10 કરોડના ખર્ચે 73000 વૃક્ષનું પ્લાન્ટેશન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વધુ વૃક્ષપ્લાન્ટેશન માટે કેમ્પા ફંડ, ફોરેસ્ટ વિભાગમાં 19.65 કરોડ જમા

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી દેશની પહેલી હાઇ સ્પીડ ટ્રેન 2027 સુધી શરૂ થઇ શકે છે. 2026 સુધી બુલેટ ટ્રેનના ટ્રાયલ શરૂ થશે. 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રાયલ શરૂ કરાશે અને 2027માં આ બે સ્ટેશનો વચ્ચે બુલેટ ટ્રેન દોડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 1.27 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા હતા. વૃક્ષો કાપવાની કામગીરી માટે હાલ સુધી રૂ. 36.71 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પ્લાન્ટેશન માટે રૂ. 2.10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
​​​​​​​
આ વિગતો ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા કરવામાં આવેલી RTIમાં બહાર આવી છે. કપાયેલા વૃક્ષો સામે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ વૃક્ષો કાપવાની સામે 73,800 જેટલા વૃક્ષોનું સામે પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે. પ્લાન્ટેશન માટે રૂ. 2.10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જવાબમાં આ વિગતો આપવામાં આવી છે. RTIના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, આ ઉપરાંત, કેમ્પા ફંડ (કોમ્પનસેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી) અને ફોરેસ્ટ વિભાગમાં રૂ. 19.65 કરોડ વૃક્ષોના પ્લાન્ટેશન માટે જમા કરાવવામાં આવેલા છે.

જમીન સંપાદન હવે મહારાષ્ટ્રમાં જ બાકી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ ખર્ચમાં 81 ટકા ફંડ જાપાન સરકારનું છે. કેન્દ્ર સરકારનો હિસ્સો 50 ટકા છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારનો હિસ્સો 25-25 ટકા છે. લોકસભામાં જુલાઇમાં અપાયેલી વિગતો મુજબ, ગુજરાતમાં 98.90 ટકા, દાદરા,નગર હવેલીમાં 100 ટકા જ્યારે મહારાષ્ટ્રમાં 72.15 ટકા મળી કુલ 90 ટકા જમીન સંપાદન થઇ ગયું હતું.

જમીન સંપાદન પેટે 2935 કરોડનું વળતર ચૂકવાયું
જમીન સંપાદન પેટે અમદાવાદ શહેર-જિલ્લામાં જ કુલ 1108 કરોડની રકમ જમીન સંપાદન બદલ વળતર પેટે ચૂકવવામાં આ‌વી છે. પાંચ જિલ્લામાં મળીને કુલ રૂ. 2935.85 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ખેડા જિલ્લામાં 306 કરોડ, વડોદરા જિલ્લામાં 882 કરોડનું વળતર, નવસારી જિલ્લામાં 416 કરોડ જ્યારે આણંદ જિલ્લામાં 222 કરોડનું વળતર ચૂકવાયું છે.

અન્ય સમાચારો પણ છે...