અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 3 દિવસ અગાઉ જરૂર વિનાના સિગ્નલ બપોરના સમયે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ગરમીના સમયમાં વાહનચાલકોને રાહત મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. 2 દિવસનો પ્રયોગ સફળ થતાં હવે આ નિર્ણય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બપોરના સમયે 123 સિગ્નલ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
શનિવાર-રવિવારનો સિગ્નલ પ્રયોગ સફળ
શનિવારથી આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં 2 દિવસ પ્રયોગ કર્યો હતો. જેમાં સફળતા મળી છે, જે બાદ આજે ટ્રાફિક પોલીસના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં આ પણ નિર્ણય યથાવત જ રહ્યો છે. હવે 123 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રહેશે. 57 સિગ્નલ ચાલુ રહેશે. પ્રાયોગિક ધોરણે શનિ અને રવિવારે 60 સિગ્નલને બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી હિટવેવને પગલે બંધ રાખવામાં આવ્યા હતા.
ગરમી રહેશે ત્યાં સુધી સિગ્નલનો નિર્ણય અમલી
ચાલુ સિગ્નલનો સમય પણ 1 મિનિટથી ઘટાડીને 30થી 40 સેકન્ડ કરવામાં આવશે. દરેક ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈનો સિગ્નલ ચાલુ કે બંધ રાખવા નિર્ણય કરવા સત્તા આપવામાં આવી છે. જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આ નિર્ણયનો અમલ કરવામાં આવશે.
સિગ્નલ ચાલુઃ અહીં થોભવું પડશે
સિગ્નલ બંધઃ પ્રાયોગિક ધોરણે બે દિવસ અમલ કર્યા પછી નિર્ણય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.