હજુ કેટલા હોમાશે લઠ્ઠાકાંડના ખપ્પરમાં?:અમદાવાદમાં 2009માં થયેલા લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત થયાં હતાં, 200 લોકોએ આંખો ગુમાવી હતી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેશન્સ કોર્ટે વિનોદ ડગરી અને જયેશ ઠક્કર સહિત ત્રણને 10 વર્ષની સજા ફટકારી હતી

બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડે અમદાવાદમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડની યાદ તાજી કરાવી છે.વર્ષ 2009માં અમદાવાદમાં મહેમદવાદથી મોકલવામાં આવેલા કેમીકલ યુક્ત દેશી દારૃથી બાપુનગર, ઓઢવ અને કાંકરીયામાં કુલ 123 લોકોના મોત થયા હતાં અને 200 લોકોએ આંખો ગુમાવી હતી. જે અમદાવાદનો સૌથી મોટો લઠ્ઠાકાંડ હતો. 2009ના આ કેસમાં મુખ્ય આરોપી તરીકે કેમીકલ આપનાર જયેશ ઠક્કર,દાદુ છારા,વિનોદ ડગરી અને રવિન્દ્ર પવાર સહિત 33 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો.જેમાં કોર્ટે ત્રણ પુરુષોને 10 વર્ષની જેલ અને રૂપિયા 50 હજારનો દંડ તેમજ ત્રણેય મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

સ્પેશિયલ કોર્ટે 10 આરોપીને દોષિત જાહેર કર્યા હતાં
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ કોર્ટે 10 આરોપીને દોષિત જાહેર કર્યા હતાં. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી ઉર્ફે ચંદુ ચૌહાણ, અરવિંદ ઉર્ફે ઘનશ્યામ તળપદા અને અન્ય 8 મહિલાઓ એવી વિમળા અર્જુન ચુનારા, આશા રાજુ ચુનારા, સુનિતા અશોક ચુનારા, ભૂરી મહેશ ચુનારા, લતા મનુ ચુનારા, સજન બાબુ ચુનારા, સોમી ઠાકોર, ગંગા બાબુ ચુનારાનો સમાવેશ કરાયો હતો.

2009ના લઠ્ઠાકાંડમાં હોસ્પિટલમાં પણ ચિચિયારીઓ ગાજી હતી
2009ના લઠ્ઠાકાંડમાં હોસ્પિટલમાં પણ ચિચિયારીઓ ગાજી હતી

વિનોદ ડગરી અને જયેશ ઠક્કરને 10 વર્ષની સજા
ઓઢવ પોલીસે સેશન્સ કોર્ટમાં વિનોદ ડગરી સહિતના આરોપીઓ સામે હત્યા, કાવતરું, મનુષ્ય સાઅપરાધ વધ અને પ્રોહિબિશનની કલમો હેઠળ આરોપનામું ઘડ્યું હતું. જોકે કોર્ટે પુરાવાના આધારે આરોપીઓને હત્યા અને ગુનાઇત કાવતરાના આરોપમાં છોડી મૂક્યા હતા. જ્યારે આરોપી વિનોદ ડગરી અને જયેશ ઠક્કરને મનુષ્ય સાઅપરાધ વધ હેઠળ 10 વર્ષની સજા, આરોપી અરવિંદ તળપદાને 7 વર્ષની સજા, જ્યારે મહિલા આરોપી જશીબેન ચુનારા, નંદાબેન જાની અને મીનાબેન રાજપૂતને પ્રોહિબિશન એક્ટ હેઠળ 2 વર્ષની સજા કરી હતી.

લઠ્ઠાથી મોતને ભેટનાર મૃતકોના પરિવારજનોનું આક્રંદ પણ દયનિય હતું
લઠ્ઠાથી મોતને ભેટનાર મૃતકોના પરિવારજનોનું આક્રંદ પણ દયનિય હતું

અમદાવાદના 3 વિસ્તારોમાં થયેલા લઠ્ઠાકાંડમાં 150ના મોત થયા હતા
વર્ષ 2009ની 7થી 9 જૂન દરમિયાન શહેરના ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગર વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો અને 150 લોકોના મોત થયા હતા. જ્યારે 250 જેટલા લોકોને ગંભીર અસર થઇ હતી, જે પૈકી કેટલાક લોકોની આંખો જતી રહી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કર્મચારી સહિત 39થી વધુ લોકોની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી. ચાર્જશીટ કર્યાના ત્રણ વર્ષ બાદ કેસ ચાલ્યો હતો અને આરોપીઓ સામે ગંભીર આરોપ હોવાથી તેમને જેલમાંથી કાઢવા પર પ્રતિબંધ લગાવતી કલમ 268 સરકારે લગાવી હતી.