સિસ્ટમ ઠપ:અમદાવાદમાં પાસપોર્ટ ઓફિસની સિસ્ટમ ઠપ 1200 લોકોએ ધક્કો ખાવો પડ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજય ચારરસ્તા, મીઠાખળી કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી

મંગળવાર સવારથી જ મીઠાખળી અને વિજય ચાર રસ્તા પાસપોર્ટ સેવા કેન્દ્ર પર સિસ્ટમ ખોરવાતા પાસપોર્ટની અરજી સબમિટ ન થતાં અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. ઘણા અરજદારો નોકરીમાંથી એક દિવસની રજા લઈને આવ્યા છતાં અરજી સબમિટ કર્યા વિના પરત ફર્યા હતા. હવે તમને નવેસરથી એપોઈન્ટમેન્ટ લેવી પડશે.

વિજય ચાર રસ્તા અને મીઠાખળી ચાર રસ્તા એમ બે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર રોજની 1200 અરજી સબમિટ થાય છે. આ સિસ્ટમ ક્યારે શરૂ થશે તેનો કોઈ જવાબ પણ આપતા ન હતા. આમ કલાકો સુધી બહાર ઉભેલા અરજદારો અંદર જવા ન દેતા સિક્યુરિટી સ્ટાફ આમને સામને આવી ગયા હતા. જો કે સર્વર બપોરે 3 વાગ્યા બાદ શરૂ થતાં સવારના આવેલા અરજદારો કલાકો રાહ જોઈને પરત ફર્યા હતા. અરજદાર વિપુલભાઈએ જણાવ્યું કે ‘સિસ્ટમમાં ખામીનો મેસેજ અગાઉથી અપાયો ન હતો. કોઈ જાણ ન કરાતા જે સમયના સ્લોટ અપાયા હતા તે મુજબ અરજદારો આવ્યા હોવાથી ભીડ થઈ હતી.’

અન્ય સમાચારો પણ છે...