તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં ફાયર ઓડિટ:કોવિડ-19 1200 બેડ હોસ્પિટલમાં PPE કીટમાં સજ્જ થઈ ફાયર ઓડિટ કમિટીના સભ્યો ICU વોર્ડની મુલાકાતે, ફાયર સેફ્ટીની ચકાસણી કરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
PPE કીટમાં સજ્જ થઈ ફાયર ઓડિટની ટીમ  ICU વોર્ડમાં પહોંચી હતી - Divya Bhaskar
PPE કીટમાં સજ્જ થઈ ફાયર ઓડિટની ટીમ ICU વોર્ડમાં પહોંચી હતી
  • કોવિડ-19 1200 બેડ હોસ્પિટલમાં PPE કીટમાં સજ્જ થઈ ફાયર ઓડિટ કમિટીના સભ્યો ICU વોર્ડની મુલાકાતે, ફાયર સેફ્ટીની ચકાસણી કરી

રાજ્યમાં વિવિધ જગ્યાએ કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગતા કોરોના દર્દીઓ ભડથું થઈ ગયા હતા. ત્યારેફાયર ઓડિટ કમિટી અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલના ICU વોર્ડની PPE કીટમાં સજ્જ થઈને મુલાકાત લીધી હતી. અહીં ફાયર સેફ્ટી અંગે ફાયર ઓડિટ કમિટીએ તપાસ કરી હતી અને ત્યારબાદ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટની ફાયર ઓડિટની ટીમે તપાસ કરી હતી
ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટની ફાયર ઓડિટની ટીમે તપાસ કરી હતી

રાજ્ય સરકારે કોરોના ડેડિકેટેડ હોસ્પિટલની ફાયર ઓડિટ કમિટી રચી છે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલની ફાયર સેફ્ટી અંગે સમિક્ષા કરવા એક ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના સભ્યો દ્વારા કોરોના ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત લઇને ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ, મેડિકલ ઉપકરણો, ઇલેક્ટ્રિફીકેશન અને હોસ્પિટલના સંશાધનોની ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ફાયર સેફ્ટી માટેના નિર્ધારિત કરેલા માપદંડો પ્રમાણે હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

કોવિડ-19 હોસ્પિટલની ફાયર સેફ્ટી ધારાધોરણ મુજબની હોવાનું ફાયર ઓડિટ ટીમની તપાસમાં બહાર આવ્યું
કોવિડ-19 હોસ્પિટલની ફાયર સેફ્ટી ધારાધોરણ મુજબની હોવાનું ફાયર ઓડિટ ટીમની તપાસમાં બહાર આવ્યું

હોસ્પિટલની લિ્ફ્ટ, વોર્ડ અને અન્ય જગ્યાએ ફાયર સેફ્ટીનું નિરીક્ષણ કર્યુ
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની મુલાકાત લઇને ઓડિટ કમિટીના અધિકારીઓ પ્રભાવિત થયા હતા. અહીં ઉપલબ્ધ ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ, વ્યવસ્થાપનની સમીક્ષા કરી કમિટી દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કમિટીના સભ્યો દ્વારા કોરોના ડેડિકેટેડ હોસ્પિટલના વોર્ડ, લિફ્ટ તેમજ અન્ય સ્થળોએ ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ વિશેનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કોવિડ-19 1200 બેડ હોસ્પિટલમાં ફાયર ઓડિટની ટીમે સમીક્ષા કરી હતી
કોવિડ-19 1200 બેડ હોસ્પિટલમાં ફાયર ઓડિટની ટીમે સમીક્ષા કરી હતી

કમિટીએ ઉપલબ્ધ સુવિધાને શ્રેષ્ઠ બનાવવા સૂચનો કર્યા
કોરોના ડેડિકેટે હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં પી.પી. ઈ કિટમાં સજ્જ થઇ મુલાકાત લઇને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આગ લાગવાના આક્સ્મિક સંજોગોમાં ઉપલબ્ધ વ્યવસ્થાઓ તેમજ સ્ટાફની તૈયારી વિશેની વિગત વાર ચર્ચા કરવામાં આવી હતી. અગમચેતીના ભાગરૂપે કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ નિરીક્ષણ બાદ તેઓ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ ફાયર સેફ્ટીની તમામ વ્યવસ્થાઓ તેમજ તેના માટે કરવામા આવી રહેલી જાળવણી વિશે કમિટી દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફાયર સેફ્ટી માટેની ઉપલબ્ધ સુવિધાઓને વધુ શ્રેષ્ઠ બનાવવાના કેટલાક સૂચનો પણ આ કમિટી દ્વારા કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ફાયર ઓડિટની ટીમે હોસ્પિટલ અને ફાયર વિભાગ સાથે સમીક્ષા કરી હતી
હોસ્પિટલમાં ફાયર ઓડિટની ટીમે હોસ્પિટલ અને ફાયર વિભાગ સાથે સમીક્ષા કરી હતી

ફાયર સેફ્ટીના તમામ માપદંડોને અનુસરવામાં આવે છે
1200 બેડ હોસ્પિટલની મુલાકાત અંગેનો પ્રતિભાવ આપતા એડિસનલ ચીફ ફાયર અધિકારી આર.જે. ભટ્ટે કહ્યું હતું કે, કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટેના તમામ માપદંડોને અનુસરવામાં આવી રહ્યા છે. ફાયર સેફ્ટીના તમામ ઉપકરણોની જાળવણી શ્રેષ્ઠ રીતે કરવામાં આવી રહી છે. રાજ્યની તમામ કોરોના ડેડિકેટેડ સરકારી, ખાનગી અને મ્યુન્સિપિલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સંલ્ગ્ન મુલાકાત હાથ ધરીને તેનું સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

PPE કીટમાં કોરોનાના ICU વોર્ડમાં ફાયર ઓ઼ડિટની ટીમે મુલાકાત લીધી હતી
PPE કીટમાં કોરોનાના ICU વોર્ડમાં ફાયર ઓ઼ડિટની ટીમે મુલાકાત લીધી હતી

ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીનટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદી અને સમગ્ર સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને કમિટી દ્વારા બિરદાવવામાં આવી હતી. આ મુલાકાતમાં ચીફ ફાયર અધિકારી એમ.એફ. દસ્તુર, ચીફ ઇલેક્ટ્રીકસીટી ઇન્સ્પેક્ટર એચ.એચ.ખોજા, GM(ઇક્વીપમેન્ટ મેન્ટેન્નન્સ) ડૉ. ચેતના દેસાઇ, એ.સી.બી.ના આસિસટ્ન્ટ ડાયરેક્ટર આશુતોષ પરમાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો