• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 120 Male Inmates Of 60 Years And Above, Including 61 Female Inmates In Gujarat Jails, Will Get 15 Days Parole To Celebrate Diwali At Home.

કેદીઓ ઘરે દિવાળી મનાવશે:ગુજરાતની જેલોમાં રહેલા 61 મહિલા કેદી સહિત 60થી વધુ વર્ષના 120 પુરૂષ કેદીઓને ઘરે દિવાળી ઉજવવા 15 દિવસના પેરોલ મળશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા કેદીઓને પેરોલનો લાભ નહીં મળે

ગુજરાતની જેલોમાં વિવિધ ગુનાઓ હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે 15 દિવસના પેરોલ પર મુક્ત કરાશે. જેમાં 61 મહિલા અને 120 પુરૂષ કેદીઓ થઈને કુલ 181 કેદીઓને 15 દિવસ માટે જેલ મુક્તિનો લાભ મળશે. આ કેદીઓમાં ગંભીર ગુનાઓ સિવાયના કેદીઓને સરકાર શરતો પ્રમાણે જેલમુક્ત કરશે.

જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ યોજના પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

ગંભીર ગુના હેઠળના કેદીઓને પેરોલ નહીં મળે
રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120 પુરૂષ કેદીઓ સહિત કુલ 181 લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે. આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.