• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 12 Year Old Boy Transferred Money From Paytm To A Friend For A Free Fire Game, Father Lodged A Complaint After Stealing ₹ 2 Lakh Cash In Ahmedabad

વાલીઓ સાવધાન:અમદાવાદમાં 12 વર્ષીય સગીરે ફ્રી ફાયર ગેમ માટે paytmથી મિત્રને પૈસા ટ્રાન્સફર કર્યા, રોકડ ₹ 2 લાખ ચોરતા પિતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • paytmથી સગીરે મિત્રના મોબાઈલમાં પૈસા ટ્રાન્સફર કર્યાને પિતાને જાણ ન થાય માટે મેસેજ ડિલીટ કર્યા
  • પિતાના ક્રેન વેચીને ઘરમાં રિનોવેશન માટે લાવેલા રૂપિયામાંથી બે લાખ વાપરી નાખ્યા
  • વેપારીના 12 વર્ષીય પુત્રએ ઘરમાં તિજોરીમાં પડેલા પૈસા ચોરી કરીને મિત્રોને આપ્યા

સામાન્ય રીતે ચોરીના બનાવ ઘરમાં બનતા હોય છે, ત્યારે જો ઘરનો જ કોઈ વ્યક્તિ ચોર નીકળે તો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. જો કે, અમદાવાદ શહેરની અંદર ઓઢવ વિસ્તારમાં એક પિતાએ તેના 12 વર્ષના પુત્ર અને મિત્ર સામે ચોરીની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફ્રી ફાયર ગેમના રવાડે ચડી ગયેલા 12 વર્ષીય પુત્રે પિતાના મોબાઈલથી મિત્રના મોબાઈલમાં paytm દ્વારા ટ્રાન્સફર કરીને ડિજિટલ ચોરી અને રૂ. 2 લાખની રોકડ આપીને ઘરમાં ચોરી કરી હતી.

મિત્રને વાપરવા માટે પણ માટે પણ રોકડ આપી દીધા
પિતાના રૂપિયા ચોરી કરી અને પુત્ર મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવા માટે ઉપયોગ કર્યો હતો અને બીજા પૈસા તેના મિત્રોને પણ વાપરવા માટે આપ્યા હતા. 12 વર્ષના પુત્રે પિતાના ક્રેન વેચીને ઘરમાં રિનોવેશન માટે લાવેલા રૂપિયામાંથી બે લાખ રૂપિયા વાપરી નાખ્યા હતા. ફ્રી ફાયર ગેમ રમવા માટે પેટીએમમાંથી પણ ચૂકવણી કરી હોવાનું બહાર આવ્યું છે કે, આ મામલે હાલમાં તો ઓઢવ પોલીસ સ્ટેશનમાં પિતાની ફરિયાદના આધારે પોલીસે 12 વર્ષના પુત્ર અને તેના મિત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સપ્ટેમ્બરમાં ધંધાની વસ્તુ વેચી લાવેલા પૈસા તિજોરીમાં રાખ્યા હતા
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને કુબડથલ પાસે ટ્રેન સર્વિસનો વેપાર કરતા વેપારીને 13 અને 12 વર્ષના બે પુત્રો છે. ગત સપ્ટેમ્બર માસમાં તેઓએ 12 લાખ રૂપિયાની ટ્રેન વેચી હતી, જેમાં આવેલા પૈસા તેઓએ ઘરની તિજોરીમાં મૂક્યા હતા. વેપારીને તેમના કામથી પૈસા ટ્રાન્સફર કરવાના હોવાથી તેઓએ paytm મોબાઈલથી પૈસા તેઓ ટ્રાન્સફર કરતા હતા. ત્યારે બેલેન્સ ન હોવાનું જણાવ્યું હતું. તેમના બંને પુત્રો મોબાઇલમાં ગેમ રમતા હતા. આ બંને પુત્રો પર તેઓને શંકા જતાં તેમને બોલાવી અને પૂછતાં તેમના અન્ય મિત્રો જેવો ગાર્ડનમાં રમવા આવતા હતા. તેમની સાથે મળી તેઓ મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા અને તેના માટે paytmથી તેના મિત્રના મોબાઈલમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને પિતાને જાણ ન થાય તેના માટે મેસેજ પણ ડિલીટ કર્યા હોવાનું 12 વર્ષીય પુત્રે જણાવ્યું હતું.

ઘરમાં રાખેલા રોકડ 12 લાખમાંથી 2 લાખ ઓછા હતા
ઘરમાં રહેલા બાર લાખ રૂપિયામાંથી આશરે બે લાખ રૂપિયા ઓછા હોવાનું જણાયું હતું. આ બાબતે પુત્રો પર શંકા જતાં તેમણે કડકાઈથી પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તિજોરીની ચાવી લઇ અને ઘરમાંથી પહેલા 60,000 રૂપિયા એક મિત્રને અન્ય છ હજાર રૂપિયા બીજી એક મિત્રને એમ કરી અલગ અલગ મિત્રોને રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. ગાર્ડનમાં જ્યારે તેમના મિત્ર રમવા આવતા હતા. ત્યારે એક મિત્રે પૈસાની જરૂર હોવાનું કહેતા 3000 રૂપિયા અને બીજા એક મિત્રને 2000ની નોટનું આખું બંડલ આપી દીધું હતું. આમ પુત્ર પોતાના મિત્રને ઘરમાં લાવી અને ઘરમાં રહેલા પિતાના પૈસા થોડાં-થોડાં ચોરી કરી અને મિત્રોને આપતા પિતાએ 12 વર્ષીય પુત્ર અને તેના એક મિત્ર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...