જનરલ મેનેજર-એક્ઝિક્યુટિવની જગ્યાએ ભરતી:મેટ્રો રેલ પ્રોજેક્ટમાં 12 વેકેન્સી, અરજી કરવા માટે આવતી કાલે અંતિમ દિવસ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત મેટ્રો રેલે કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1, ફેઝ-2, સુરત ફેઝ-1 માટે જનરલ મેનેજર, ડીજીએમ, મેનેજર સહિતની 12 ખાલી જગ્યા 3થી 5 વર્ષના કોન્ટ્રાક્ટથી ભરવા માટે અરજીઓ મગાવી છે. લાયકાત ધરાવતા ઉમદેવારો 9 ઓગસ્ટ સુધીમાં ઓફિશિયલ વેબસાઇટ https://www.gujaratmetrorail.com/ના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે ઉમેદવારો પાસે બીઈ કે બીટેકની ડિગ્રી માગવામાં આવી છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. શૈક્ષણિક યોગ્યતા સંબંધિત વિસ્તૃત માહિતી નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.

28થી 55 વર્ષ વચ્ચે ઉંમર ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને રૂ. 30 હજારથી રૂ. 2.80 લાખ સુધી સેલરી આપવામાં આવશે.

30 હજારથી 2.80 લાખ સુધી સેલરી અપાશે

પોસ્ટજગ્યાસેલરીવય મર્યાદા
જનરલ મેનેજર11.20 લાખથી 2.80 લાખ55

સિનિ. ડીજીએમ (ટ્રેક્શન)

180 હજારથી 2.20 લાખ48

ડીજીએમ (ઓપરેશન્સ)

170 હજારથી 2 લાખ45

મેનેજર (રોલિંગ સ્ટોક)

160 હજારથી 1.80 લાખ40
મેનેજર (ટ્રેક્શન)160 હજારથી 1.80 લાખ40
મેનેજર (આઈટી)160 હજારથી 1.80 લાખ40

આસિ. મેનેજર (ઓપરેશન્સ)

250 હજારથી 1.60 લાખ32

આસિ. મેનેજર (સિગ્નલિંગ)

150 હજારથી 1.60 લાખ32

આસિ. મેનેજર (આઈટી)

150 હજારથી 1.60 લાખ32
સિનિ. એક્ઝિક્યુટિવ135 હજારથી 1.10 લાખ28

એક્ઝિક્યુટિવ (આઈટી)

130 હજારથી 1.20 લાખ28
અન્ય સમાચારો પણ છે...