DCPના પડોશમાં ચાલતી મહેફિલ પર રેડ:અમદાવાદમાં મહિલા ડોક્ટરની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલ, પોશ વિસ્તારમાં રહેતા 4 યુવતી સહિત 12 લોકોએ દારૂ પાર્ટી કરી

અમદાવાદએક મહિનો પહેલા
અનિક એપાર્ટમેન્ટમાં મહિલા ડોક્ટરની બર્થ ડે પાર્ટી ચાલતી હતી.

અમદાવાદ શહેરમાં હવે દારૂ પાર્ટી કરવી તો સામાન્ય વાત બની ગઈ છે. જે શહેરમાં સ્કૂલમાં ભણતાં બાળકો ડ્રગ્સ લઈને ફરતા હોય ત્યાં દારૂ પાર્ટી કોઈ નવી વાત નથી રહી. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક DCPના પડોશમાં મહિલા ડોક્ટરની દારૂ પાર્ટી યોજાઈ હતી. આ દારૂ પાર્ટીમાં 4 યુવતી સહિત 12 લોકો દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગયા છે.

DCPએ જ પોલીસ કંટ્રોલને જાણ કરી
આ બર્થ ડે પાર્ટી દરમિયાન ખૂબ અવાજ આવી રહ્યો હતો એટલે DCPએ જ પોલીસ કંટ્રોલને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી. જ્યાં ચાર યુવતીઓ સહિત બાર લોકો દારૂ પાર્ટી કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ બર્થ ડે પાર્ટી એક ડોક્ટર યુવતીની હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

DCPનો કંટ્રોલમાં મેસેજ આવતા ફફડાટ વ્યાપી ગયો.
DCPનો કંટ્રોલમાં મેસેજ આવતા ફફડાટ વ્યાપી ગયો.

પાર્ટી લવર્સ દેકારો મચાવતા હતા
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અનિક એપાર્ટમેન્ટમાં મહિલા ડોક્ટરની બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન પાર્ટી લવર્સ દેકારો મચાવી રહ્યા હતા. આ વાતની જાણ અમદાવાદના એક DCPને થઈ હતી, જેના કારણે તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી પોલીસ કંટ્રોલરૂમમાં DCPનો મેસેજ આવતા ફફડાટ વ્યાપી ગયો હતો.

દારૂ પાર્ટી માણનારા શખ્સોનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
દારૂ પાર્ટી માણનારા શખ્સોનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.

દારૂ પાર્ટી કરતા ઝડપાયેલા શખ્સો

  • નીરવ રમેશભાઈ શાહ (ઉ.વ-31 રહે.F/41, તુલીપ ટાવર, શ્રેયસ ટેકરા આંબાવાડી)
  • આનંદ અજયકુમાર સિહા( ઉ.વ-36 રહે.B/83 આલોક ટેનામેન્ટ પાછળ, નોબલનગર)
  • જેનીલ ધીરજલાલ ચારા (ઉ.વ-23, રહે. જજીસ બંગલો રોડ)
  • પંકજ રતનભાઈ કેશવાની (ઉ.વ-37 રહે.E/54, સફલ પરિવેશ, પ્રહલાદનગર)
  • કિશન બકુલભાઈ દેસાઈ (ઉ.વ-27 રહેમાતી એપાર્ટમેન્ટ,ઘાટલોડિયા)
  • ચિરાગ રોહિતભાઈ ભટ્ટ (ઉ.વ-33 રહે. C/404, શ્રી ક્રિષ્ણા એપાર્ટમેન્ટ જજીસ બંગલા પાસે)
અન્ય સમાચારો પણ છે...