તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન 23 ડિસેમ્બરથી રદ કરી છે. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનિટરિંગમાં રહેવું પડશે. એટલું જ નહીં 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RT-PCR ટેસ્ટ ફરજિયાતપણે કરાવવાના રહેશે. ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેને પગલે 1720 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
મુખ્યમંત્રીના દીકરી, જમાઈ અને દીકરો પણ UKથી આવતા ટેસ્ટ કરાયા
મુખ્યમંત્રી રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન UKથી ગુજરાત આવ્યા છે અને તેમણે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ પોતાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો છે. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ
રાજ્યમાં તારીખ 25 નવેમ્બર થી 8 ડિસેમ્બર દરમિયાન 572 મુસાફરો યુ.કે-યુરોપથી આવ્યા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન 1148 વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે તેમના RT-PCR ટેસ્ટમાં અમદાવાદ-4, વડોદરા-2, આણંદ-2, ભરૂચ-2 અને વલસાડ-1 વ્યક્તિના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
નવા સ્ટ્રેન અંગેની તપાસ માટે સેમ્પલ પૂના અને ગાંધીનગર મોકલ્યા
તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજિકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે સામાન્યત આ સેમ્પલની તપાસ માટે 8-10 દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવારની આગળની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.