તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:અન્ય રાજ્યોમાંથી પરમિશન લઈને ગુજરાત આવેલા 60 પૈકી 12 તબલીગીઓ પોઝિટિવ 

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદેશ તેમજ અન્ય રાજ્ય કે જિલ્લામાંથી આવતા તમામને ક્વોરન્ટીનમાં રહેવું ફરજિયાતઃ ડીજી
 • મહારાષ્ટ્રથી તબલીગી જમાતના 28 લોકો મંજૂરીથી ગુજરાત પરત ફર્યા

રાજ્યમાં મંજૂરી સાથે અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ 60 પૈકી 12 જમાતીઓ કોરોના પોઝિટિવ જણાયા હોવાનું ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. આ તમામ જમાતીઓ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવ્યા હતા અને ક્વોરન્ટીનમાં રખાયા હતા.
આંધ્રપ્રદેશથી તબલીગી જમાતના 23 લોકો જૂનાગઢ જિલ્લામાં આવ્યા
ઝાએ કહ્યું કે, તબલીગી જમાતના ઘણા લોકો બહારના રાજ્યોમાંથી મંજૂરી સાથે ગુજરાત પરત આવ્યા હતા જેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. 9મી મેના રોજ આંધ્રપ્રદેશથી તબલીગી જમાતના 23 લોકો જૂનાગઢ જિલ્લામાં આવ્યા હતા અને ત્યાં ક્વોરન્ટીન કરાયા હતા. જે પૈકી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયો છે. 8મી મેના રોજ મહારાષ્ટ્રથી તબલીગી જમાતના 28 લોકો મંજૂરીથી ગુજરાત પરત ફર્યા બાદ અલગ અલગ જગ્યાએ તેમને ક્વોરન્ટીન કરાયા હતા. તે પૈકી ભાવનગરમાં 10 વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયા છે. 7મી મેના રોજ તબલીગી જમાતના 9 લોકોએ આંધ્રપ્રદેશથી મંજૂરી મેળવીને વડોદરા આવ્યા હતા જે પૈકી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો