ઘરવાપસી:લાંચ બદલ સસ્પેન્ડ કરાયેલા 19માંથી 12 અધિકારીની મ્યુનિ.માં ‘ઘરવાપસી’

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોર્ટ કેસનો ચુકાદો આવે તે પહેલાં રાજકીય ભલામણોથી નોકરીમાં પરત લેવાયા
  • કુલ 19માંથી 9 અધિકારી-કર્મચારીને​​​​​​​ જુલાઈમાં એક જ દિવસે સાગમટે પાછા લઈ શિરપાવ અપાયો હતો

અમદાવાદ મ્યુનિ.માં છેલ્લા 5 વર્ષ દરમિયાન 19 અધિકારીઓ રૂ.200 માંડી દોઢ લાખ સુધીની લાંચ લેતા પકડાયા હતા. આ 19 અધિકારીઓ પૈકી મોટાભાગના સામે હજુ કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે. જો કે, 19માંથી 12 અધિકારીઓને ફરજ પર પાછા લઈ લેવામાં આવ્યા છે. જ્યારે 2 અધિકારી નિવૃત્ત થઈ ગયા છે અને માત્ર 5 હાજર કરવામાં આવ્યા નથી. જે અધિકારીઓને પાછા લેવાયા તેમાંથી 9 અધિકારીઓ એવા છે જેમને 12 જુલાઈ 2022 એટલે કે એક જ દિવસે ફરજ પાછા લઈ લેવામાં આવ્યા છે.

મ્યુનિ. સૂત્રોના કહેવા મુજબ લાંચ લેતા અધિકારી સામે ગુનો પૂરવાર થાય કે ન થાય પણ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી તેને મળેલી સત્તાને આધારે 6 મહિનામાં જ મોટાભાગના અધિકારીઓને ફરજ પર પાછા લઈ લે છે. અધિકારીઓ પણ રાજકીય વગ વાપરી ભલામણ કે દબાણ હેઠળ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પાછા લેવાની દરખાસ્ત રજૂ કરાવે છે. જેના આધારે અધિકારીઓને પાછા લઈ લેવામાં આવે છે. સસ્પેન્શનના સમય દરમિયાન પગાર પણ અડધો મળે છે અને તે પછી પૂરેપૂરો પગાર પણ ચાલુ થઈ જાય છે.

રૂ.200થી માંડી 1.5 લાખ સુધીની લાંચ લેતા પકડાયા હતા

નામહોદ્દોવિભાગકેટલી લાંચસસ્પેન્ડ કર્યાહાજર કર્યા
ધર્મેન્દ્ર ચૌધરીવોર્ડ ઈન્સ્પેક્ટરમધ્ય ઝોનરૂ.2 હજાર19-7-1812-7-22
રાજેશ કનોજિયાજુનિયર ક્લાર્કએસ્ટેટરૂ.2 હજાર16-10-1812-7-22
કલ્પેશ પરમારઆસિસ્ટન્ટ ઈજનેરપૂર્વ ઝોનરૂ.20 હજાર18-12-1812-7-22
વી.જે. ડાભીડે. સિટી ઈજનેરપૂર્વ ઝોનરૂ.20 હજાર18-12-18નિવૃત્ત
મુકેશ પરમારસર્વેયરદક્ષિણ ઝોનરૂ.50 હજાર25-1-1925-11-19
મયંક મિસ્ત્રીઈન્સ્પેક્ટરદક્ષિણ ઝોનરૂ.50 હજાર25-1-1925-11-19
રેણુકા પટેલમલ્ટિપર્પઝ હેલ્થવર્કરજન્મમરણરૂ.20025-1-1912-7-22
પરેશ પટેલજુનિયર ક્લાર્કટેક્સરૂ.11,50020-2-1912-7-22
અમરત પટેલસેનેટરી સબ ઈન્સ્પેક્ટરસીએનસીડીરૂ.3 હજાર12-6-19હાજર કર્યા નથી
અરવિંદ જાનીસિનિયર ક્લાર્કનાણારૂ.1.30 લાખ12-6-19નિવૃત્ત
જગદીશ મકવાણાસફાઈ કામદારહેલ્થરૂ.1 હજાર26-9-1912-7-22
અરવિંદ રાઠવાવોર્ડ ઈન્સ્પેક્ટરટેક્સરૂ.25 હજાર4-12-19હાજર કર્યા નથી
મનોજ સોલંકીડે. સિટી ઈજનેરઈજનેરરૂ.1 લાખ27-12-1912-7-22
ડો. અરવિંદ પટેલડે.હેલ્થ ઓફિસરહેલ્થ-8-12-2012-7-22
પ્રકાશ ચૌહાણવોર્ડ ઈન્સ્પેક્ટરપશ્ચિમ ઝોનરૂ.30 હજાર7-4-2112-7-22
સેમસન દેસાઈકામદારસીએનસીડીરૂ.20 હજાર6-5-2112-7-22
અજય વાઘેલાસેનેટરી સબ ઈન્સ્પેક્ટરસોલિડ વેસ્ટરૂ.6 હજાર17-7-21હાજર કર્યા નથી
નરેશ પટેલઈન્ચાર્જ વોર્ડ ઈન્સ્પેક્ટરનાણારૂ.15 હજાર12-1-22હાજર કર્યા નથી
સત્તાર સૈયદઢોર પકડનારસીએનસીડીરૂ.23008-2-22હાજર કર્યા નથી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...