તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકાર દ્વારા સ્વિમિંગ પૂલને શરુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેને લઈને શહેરની ક્લબોએ સરકારની ગાઈડલાઈનને લગતી એસ.ઓ.પી તૈયાર કરાઈ હતી. આ ગાઈડલાઈન મુજબ ફક્ત મેમ્બર્સ જ સ્વિમિંગ પૂલમાં આવી શકશે. આ વિશે વાત કરતા કર્ણાવતિ કલબનાં સેક્રેટરી કેતન પટેલે જણાવ્યું કે,‘ક્લબમાં કોમન અને વોર્મ પૂલ ચાલુ કરાશે જેમાં વહેલા તે પહેલાનાં ધોરણે 30-40 મિનિટનો એક સ્લોટ રાખવામાં આવ્યો છે. સવારે 6.30થી 10 અને સાંજે 5 થી9 પૂલ ચાલુ રખાશે. જ્યારે 10થી બપોરે 1 મહિલાઓ માટે પૂલ ખૂલ્લૂ મુકાશે.’
રાજપથનાં સેક્રેટરી મિસાલ પટેલનું કહેવું છે કે, ‘સ્વિમિંગ પૂલમાં આવવા માટે એડવાન્સ બુકિંગ કરાવું પડશે. આ સાથે મેમ્બર્સે તેમનાં સ્લોટ પ્રમાણે પૂલમાં આવે જેથી ભીડ ભેગીનાં થાય.’ આ સ્પોર્ટસ ક્લબનાં સેક્રેટરી ચિંતન ચોક્સીએ જણાવ્યું કે,‘આજથી પૂલ ચાલુ થશે અને 40 મિનિટ આપવામાં આવશે એક સ્લોટમાં આ સાથે પૂલમાં ફક્ત 8 લોકો હશે.’
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.