દર્દીઓ ઘટ્યા:અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 12 ICU અને કોવિડ સેન્ટરમાં 4 બેડ ખાલી, સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા ના મળી

અમદાવાદ6 મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • હોસ્પિટલમાં કેસો અને બેડની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે
  • સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં તો એકપણ એમ્બ્યુલન્સ લાઈનમાં જોવા મળી નથી

અમદાવાદની ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સવારે 9 વાગ્યાની સ્થિતિએ શહેરમાં 171 ખાનગી હોસ્પિટલોમાં 12 ICU અને કોવિડ કેર સેન્ટર્સમાં 4 સહિત કુલ 16 બેડ ખાલી છે.

આજે 1200 બેડની હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા ના મળી
આજે 1200 બેડની હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા ના મળી
દર્દીઓ ઘટતાં તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો
દર્દીઓ ઘટતાં તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો

કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનાં 1474 બેડ ખાલી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં પ્રાઈવેટ તથા AMC ક્વોટાના 597માંથી આઇસોલેન વોર્ડમાં 112, HDUમાં 180, ICU વેન્ટિલેટર વગરમાં 57 અને વેન્ટિલેટર પર 31 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યાં. જ્યારે 42 કોવિડ કેર સેન્ટરમાં 2016માંથી આઇસોલેનનાં 1354 બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં 2196 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 819 બેડ, HDUમાં 1185, વેન્ટિલેટર વિનાનાં ICUમાં 78 અને વેન્ટિલેટર પર 11 દર્દી સારવાર લઈ રહ્યા છે.

આજે સિવિલ બહાર એક પણ એમ્બ્યુલન્સ લાઈનમાં નથી
અમદાવાદની 1200 બેડ સિવિલ હોસ્પિટલની બહાર પણ વહેલી સવારથી એકપણ એમ્બ્યુલન્સ લાઈનમાં જોવા મળી ન હતી. હોસ્પિટલની અંદર જેવી એમ્બ્યુલન્સ આવે તરત જ દર્દીને દાખલ કરી દેવામાં આવતો હતો. જેથી હોસ્પિટલમાં હવે બેડ ધીરે ધીરે ખાલી થવા માંડ્યા છે. હોસ્પિટલમાં કેસો અને બેડની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં તો એકપણ એમ્બ્યુલન્સ લાઈનમાં જોવા મળી નથી જે હવે અમદાવાદ શહેર માટે એક સારી બાબત છે.

કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર જાહેર
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમનાં સગાંની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમનાં સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે એ માટે મેડિસિટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે.

તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...