શિક્ષણ બોર્ડનો પરિપત્ર:12 સામાન્ય પ્રવાહની માર્કશીટ સ્કૂલોને 13 જૂન સુધી મળી જશે, તમામ ડીઈઓને આદેશ કર્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્કૂલ સંચાલકે માર્કશીટ વિદ્યાર્થીઓને પહોંચાડવાની રહેશે

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ (માર્કશીટ, પ્રમાણપત્ર) સહિતની વિગતો 13મી જૂને શાળાઓ સુધી પહોંચાડવા માટેની જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં સૂચના આપી દીધી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(જીએસીબી), ગાંધીનગરના નાયબ પરીક્ષા નિયામક ડો. અવનિ બા મોરીએ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને માટે પરિપત્ર કર્યો છે, જેમાં જણાવાયું છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનંુ પરિણામ ચોથી જૂન, 2022, શનિવારના દિવસે જાહેર કરાયંુ છે.

આ પરિણામ (માર્કશીટ, પ્રમાણપત્ર) સહિતનું સાહિત્ય પહોંચાડવા 12મી જૂન, રવિવારના રોજ બોર્ડના પ્રતિનિધિ આપના જિલ્લામાં આવનાર છે, તે સ્વીકારીને સલામત સ્થળે ઉતારવા માટેની વ્યવસ્થા કરશો તથા આપના માર્ગદર્શન હેઠળ 13મી જૂન, 2022ના રોજ સવારે 10થી સાંજના ચાર દરમ્યાન આપના જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વ્યવસ્થિત રીતે પરિણામનંુ વિતરણ કરવાની વ્યવસ્થા કરવા યોગ્ય કાળજી લઈને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટેની વિનંતી છે.’ એ પછી શાળાઓ તેમના વિદ્યાર્થીઓને આ પ્રમાણપત્રો પહોંચતા કરશે.

રાજ્યમાં 20 ખાનગી સ્કૂલ શરૂ કરવા મંજૂરી
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની 20 ખાનગી સ્કૂલોની ધોરણ 9 અને 10ની અરજીઓ નામંજૂર કરવામાં આવી છે, જયારે 20 ખાનગી સ્કૂલો શરૂ કરવા માટેની અરજી મંજૂર કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની નવી કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં નવી સ્કૂલોની અરજી બાબતે ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...