હવામાનની અસર:વિઝિબિલિટી ઘટવાથી 12 ફ્લાઈટ 2 કલાક સુધી લેટ, અમદાવાદ આવતી-જતી 4 ફ્લાઈટ કેન્સલ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શીતલહેરને પગલે ઉત્તર ભારતના અનેક શહેરોમાં ધુમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટવાને કારણે ફ્લાઈટોનું સંચાલન ખોરવાતાં અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે આવતી-જતી 12 ફ્લાઈટ એક કલાક કે તેથી વધુ મોડી પડી હતી. જેના પગલે પેસેન્જરોને ટર્મિનલમાં 3-4 કલાક બેસી રહેવાનો વારો આવ્યો હતો. મંગળવારે કેન્સલ થયેલી ફ્લાઈટોમાં ગોફર્સ્ટની અમદાવાદ-મુંબઈ અને મુંબઈ-અમદાવાદ તેમજ ઈન્ડિગોની દિલ્હી-અમદાવાદ અને પટના-અમદાવાદ ફ્લાઈટ સામેલ છે. જેના કારણે કેટલાક પેસેન્જરના શિડ્યૂલ ખોરવાઈ ગયા હતા.

મોડી પડેલી ફ્લાઈટ
ઇન્ડિગો
કુવૈત-અમદાવાદ - 1.14 કલાક
કોલકાતા-અમદાવાદ - 1.55 કલાક

ગોફર્સ્ટ
બેંગલુરુ-અમદાવાદ - 1.00 કલાક
ચંડીગઢ-અમદાવાદ - 1.07 કલાક
અમદાવાદ-ચંડીગઢ - 1.08 કલાક
અમદાવાદ-બેંગલુરુ - 1.00 કલાક

સ્પાઈસ જેટ
બાગડોગરા-અમદાવાદ - 1.34 કલાક
પટના-અમદાવાદ - 1.00 કલાક
ગોવા-અમદાવાદ - 1.40 કલાક
અમદાવાદ-પટના - 1.10 કલાક
અમદાવાદ-ગોવા - 1.35 કલાક
અમદાવાદ-દુબઈ - 1.15 કલાક

અન્ય સમાચારો પણ છે...