અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે આવેલા એસ.આર.વેસ્ટેજ નામના ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. બનાવની જાણ થતાં 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે ભંગારનું ગોડાઉન હોવાથી હજી આગને ઠારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ 10 જગ્યાઓ પરથી પાણીની લાઈનો બનાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. તેમજ આગ ઠારવા માટે અંદાજે 2 લાખ લિટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો.
આ સામાન બળીને ખાખ
આ આગમાં પાસ્ટિકની સ્ક્રેપ બોટલ, સ્ક્રેપ ચપ્પલ, સ્ક્રેપ ઇલેક્ટ્રિકનો સમાન, સિરિન્જો, વાયર, પ્લાસ્ટિકના તૂટેલા ડ્રમ, રમકડાં, ડોલો ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા.
અમદાવાદ ફાયરબ્રિગેડને વહેલી સવારે 4.30 આસપાસ કોલ મળ્યો હતો કે ચંડોળા તળાવ BRTS વર્કશોપ પાસે ભંગારના ગોડાઉનમાં મોટી આગ લાગી છે. ભીષણ આગનો કોલ મળતાં ફાયરબ્રિગેડની ચાર બાદ કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ
પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. બે કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. આગને બુઝાવ્યા બાદ તેને કૂલિંગ કરવાની કામગીરી હજી કરવામાં આવી રહી હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.
આટલા વાહન અને સ્ટાફે આગ કાબૂમાં લીધી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.