તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ ઘટ્યું:સેટેલાઈટ, વેજલપુર અને ગોતામાં 3 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા, હવે 109 અમલી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 12 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે શહેરમાં 119 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. તેવામાં શહેરના વધુ 3 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેમાં સેટેલાઈટના શ્યામ ઈલેગન્સના 4 મકાનના 14 લોકો, વેજલપુર પોલીસ ચોકી પાસેના વિનસ પાર્કલેન્ડના 40 મકાનના 103 લોકો અને ગોતાના 42 પાર્ક વ્યૂના 4 મકાનના 16 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 13 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. હવે શહેરમાં 109 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

શહેરમાં ઈન્દ્રપુરી, લાંભા વેજલપુર, નવરંગપુરા, રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને નિકોલમાં 13 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (12 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 6 હજારથી વધુ ડિસ્ચાર્જ
અમદાવાદમાં કોરોનાના કેસમાં એક દિવસ બાદ ઉછાળા બાદ ફરી કેસ નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 3 હજાર 127 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 6 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 6733 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 18 દર્દીના મોત થયા છે અને મૃત્યુઆંક 3 હજાર 146 થયો છે.

10 મેની સાંજથી 11 મેની સાંજ સુધીમાં શહેરમાં 3059 અને જિલ્લામાં 68 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 6668 અને જિલ્લામાં 65 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 17 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 10 હજાર 265 થયો છે. જ્યારે 1 લાખ 56 હજાર 21 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 146 થયો છે.

અન્ય સમાચારો પણ છે...