ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ:ઘાટલોડિયા સમર્પણ ટાવરની 65 સહિત 119 દુકાનો સીલ, બીયુ વગરની બિલ્ડિંગો સામે મ્યુનિ.ની ઝુંબેશ યથાવત્

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શનિવારે પણ ગેરકાયદે બાંધકામ સામેની ઝુંબેશ ચાલુ રહી હતી. - Divya Bhaskar
શનિવારે પણ ગેરકાયદે બાંધકામ સામેની ઝુંબેશ ચાલુ રહી હતી.
  • ગોતા સ્તવન પરિશ્રયના 79 અને મકરબા ક્લાસિક હાઈલેન્ડના 26 મળીને કુલ 105 મકાન સીલ કરાયાં

મ્યુનિ.એ શનિવારે પણ અનેક મહત્વની બિલ્ડિંગોમાં બીયુ પરમિશનના મામલે સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં 119 કોમર્શિયલ અને 105 રહેણાકના યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે. માત્ર ઘાટલોડિયાના સમર્પણ ટાવરમાં જ 65 દુકાન સીલ કરવામાં આવી છે.

હાઇકોર્ટના આદેશને પગલે શરૂ થયેલી કાર્યવાહીમાં મકરબામાં 26 મકાન, ગોતાના સ્તવન પરિશ્રયના 79 મકાન, બહેરામપુરાના 20 અને વસ્ત્રાલના 14 કોમર્શિયલ યુનિટને સીલ કરાયા છે. એસ્ટેટ વિભાગે અત્યાર સુધીમાં 57919 ચોરસ ફૂટ જગ્યા પર થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું છે. જ્યારે બીયુ પરમિશન નહીં ધરાવતાં 350 કોમર્શિયલ યુનિટ તથા 328 જેટલા રહેણાકના યુનિટ મળી કુલ 678 યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત મ્યુનિ.એ ગેરકાયદે બાંધકામ સામે ચાલુ રાખેલી તવાઈના ભાગરૂપે કલગી ચાર રસ્તા પાસેની સંકલ્પ સ્કેવર-2, નવરંગપુરાના દેવાઆદિ હોટેલ, વેજલપુરની ભવાની સોસાયટી, શાહીબાગની એક રેસિડન્સી, બહેરામપુરાની જીબ્રાલ એસ્ટેટ અને ઘોડાસરના મારુતિ સર્વિસ સ્ટેશને કરેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ બીયુ પરમિશન અને ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ હજુ ચાલુ રહેશે.

આ એકમોને સીલ મારી દેવામાં આવ્યું

સ્થળસીલ એકમો
ક્લાસિક હાઇલેન્ડ, મકરબા26 રહેણાક યુનિટ
વૃંદાવન સ્કાયલાઇન, વસ્ત્રાલ

14 કોમર્શિયલ યુનિટ

માનસરોવર, વસ્ત્રાલ

11 કોમર્શિયલ યુનિટ

ધર્મંગ્યા હાઉસ, ઉસ્માનપુરા

1 કોમર્શિયલ યુનિટ

આરોના રેસિડન્સી, નવરંગપુરા

7 કોમર્શિયલ યુનિટ

પદ્માવતી ફ્લેટ, આંબાવાડી

1 કોમર્શિય લ યુનિટ

અલ મહમદી પાસે બહેરામપુરા

20 કોમર્શિયલ યુનિટ

સમર્પણ ટાવર, ઘાટલોડિયા

65 કોમર્શિયલ યુનિટ

સ્તવન પરિશ્રય, ગોતા79 રહેણાક યુનિટ
અન્ય સમાચારો પણ છે...