બેંક ઓફ ઇન્ડિયામાંથી નિવૃત થયેલા બેંક કર્મચારીએ બેંક ઓફ ઇન્ડિયાના કસ્ટમર કેસનો નંબર ઓનલાઈન મેળવીને મદદ માટે ફોન કર્યો હતો. પરંતુ બેંકમાંથી 1.19 લાખ ઉપડી ગયા. નિવૃત બેંક કર્મચારીએ આ સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કસ્ટમર સર્વિસનો ઇન્ટરનેટ પરથી નંબર મેળવ્યો
અમદાવાદના ઘાટલોડિયા ચાણક્યપુરીમાં રહેતા 65 વર્ષીય પ્રગ્નેશ શેઠ બેંક ઓફ ઇન્ડિયામાંથી નિવૃત થયા છે. 4 ફેબ્રુઆરીએ તેઓ તેમના દીકરાના ઘરે હિંમતનગર ગયા હતા જ્યાં ડિમેટ એકાઉન્ટનું કામ હોવાથી બેંક ઓફ ઇન્ડિયાના કસ્ટમર સર્વિસનો ઇન્ટરનેટ પરથી નંબર મેળવ્યો હતો. ઓનલાઈન કસ્ટમર કેસનો નંબર મેળવીને ફોન કર્યો હતો ત્યારે સામેવાળા વ્યક્તિએ બેંક ઓફ ઇન્ડિયામાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું.
બેંક એકાઉન્ટમાંથી 1.19 લાખ રૂપિયા ઉપાડી લીધા
ફોન પર વાત કરનાર વ્યક્તિએ ગૂગલ પ્લે સ્ટોર પરથી એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉન્ડલોડ કરાવીને ડેબિટ કાર્ડની વિગતો લખાવી હતી. ત્યારબાદ OTP નંબર પણ મેળવી લીધો હતો. વિગતો મેળવીને બેંક ઓફ ઇન્ડિયાના અલગ અલગ એકાઉન્ટમાંથી 1,19,036 રૂપિયા ઉપાડી લીધા હતા. પ્રગ્નેશભાઈ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.