તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCને ટેક્સની આવક:પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ માટે આજે છેલ્લો દિવસ, મંગળવારે 11.65 કરોડ ટેક્સ જમા થયો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મ્યુનિ.ને અત્યાર સુધીમાં 1091.40 કરોડ ટેક્સની આવક થઈ, 1100 કરોડનું લક્ષ્યાંક

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ મેળવવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. અમદાવાદ મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠકમાં જ નાગરિકોને ટેક્સ પરના વ્યાજ માફીની યોજનાને લંબાવીને 31મી માર્ચ સુધી કરવામાં આવી હતી, જેને પરિણામે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 1091.40 કરોડ પર પહોંચી છે. મંગળવારે પણ એક જ દિવસમાં અમદાવાદ મ્યુનિ.ને રૂ.11.65 કરોડ આવક થઈ હતી.

અમદાવાદ મ્યુનિ. ટેક્સ વિભાગ દ્વારા માર્ચ 2021ના અંત સુધીમાં 1100 કરોડની આવકનો લક્ષ્યાંક છે. મંગળવારે 30મી માર્ચે જ મ્યુનિ. ટેક્સની આવક રૂ. 1091.40 કરોડ પહોંચી છે. જ્યારે 31મી માર્ચ સુધીમાં આ લક્ષ્યાંક પાર પડવાની શક્યતા છે.

નોંધનીય છે કે, ટેક્સ વિભાગ દ્વારા બીજી તરફ સીલિંગ ઝુંબેશ પણ ચલાવાઈ રહી છે, જેમાં ટેક્સ ન ભરનારા એકમો સીલ કરાઇ રહ્યાં છે. આ અંતર્ગત દક્ષિણ ઝોનમાં 53 મિલકત સીલ કરવમાં આવી છે, જેમાં ઇસનપુરમાં આવેલી મિલકતોમાં આબાદ ડેરીમાં સુમેલ બિઝનેસ પાર્ક, લાંભા અને નારોલમાં ગોલ્ડન નાઇન તથા શ્યામ આઇકોન સહિતની મિલકતો સીલ કરાઇ હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો