તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 116 Passengers Caught Without Tickets On Barauni Ahmedabad Express, More Than Rs 1 Lakh Fined From Passengers Traveling In Senior Citizen Quota

બરૌની-અમદાવાદ એક્સપ્રેસમાં કાર્યવાહી:116 પેસેન્જર ટિકિટ વગર પકડાયા, સિનિયર સિટીઝન ક્વોટામાં મુસાફરી કરી રહેલા પેસેન્જરો પાસેથી 1 લાખથી વધુદંડ વસૂલાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

બરૌનીથી અમદાવાદ આવતી સ્પે. ટ્રેનમાંથી ટિકિટ વગર અને સિનિયર સિટીઝનને નામે ટિકિટ લઈ ગેરકાયદે મુસાફરી કરતા 116 પકડાયા હતા. પેસેન્જરો પાસેથી 100670નો દંડ વસૂલ કરાયો હતો. કોરોનાના કેસ ઘટવાની સાથે ધંધા-રોજગાર ફરીથી ધમધમતા વતન ગયેલા શ્રમિકો પાછા ફરી રહ્યા છે. પરંતુ કેટલીક ટ્રેનો બંધ હોવાની સાથે હાલમાં દોડતી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ વિના મુસાફરી પર પ્રતિબંધ છે. જેના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તિસગઢ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા જેવા રાજ્યોમાંથી આવતી ટ્રેનો હાઉસફુલ આવી રહી છે.

આ સ્થિતિમાં કન્ફર્મ ટિકિટ ન મળતાં ઘણાં લોકો ટિકિટ વગર જ મુસાફરી કરી રહ્યા છે. બરૌની-અમદાવાદ સ્પે.એક્સપ્રેસ ટ્રેનમાં સુરત-અમદાવાદ વચ્ચે ચેકિંગ દરમિયાન સિનિયર સિટીઝન ક્વોટામાં ટિકિટ મેળવી મુસાફરી કરતા 116 જણાંને ઝડપી એક લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...