કોરોના સામે જંગ:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેનાર કોરોનાના 1144 દર્દીઓને 13 દિવસમાં રજા અપાઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાંથી સારવાર લઈ કોરોનાને મ્હાત આપી ઘરે જતા વૃદ્ધા - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાંથી સારવાર લઈ કોરોનાને મ્હાત આપી ઘરે જતા વૃદ્ધા
  • 9 એપ્રિલે સૌથી વધુ 154 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લઈ સ્વસ્થ થઈ ચૂકેલા 1,144 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ આંકડા 1 એપ્રિલથી 13 એપ્રિલ,2021 સુધીના છે. કોવિડ-19ની બીજી લહેરમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે તે સંજોગોમાં કોવિડ-19 અસરગ્રસ્ત દર્દીઓના સ્વજનો સિવિલ હોસ્પિટલમાં સારવારને પ્રાથમિકતા આપે છે.

1 એપ્રિલે 53 અને 9 એપ્રિલે 154થી દર્દી ડિસ્ચાર્જ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે સપ્તાહમાં કોવિડ-19ની સારવાર લઈને સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યામાં ક્રમશ વધારો થઈ રહ્યો છે. 1 એપ્રિલે 53 દર્દીઓને રજા અપાઈ હતી, જે સંખ્યા 13 એપ્રિલે વધીને 137 પહોંચી છે. 9 એપ્રિલે સૌથી વધુ 154 થી વધુ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલની સારવારથી સાજા થનારા દર્દીઓ ખુશ
સિવિલ હોસ્પિટલની સારવારથી સાજા થનારા દર્દીઓ ખુશ

દર્દીઓઓ સિવિલની સારવારથી ખુશ
આમ, એકંદરે 1 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યામાં બમણાથી પણ વધારે થયો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓના અમે પ્રતિભાવ મેળવ્યા હતા.કોવિડ-19ને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા રાજેશ રાવલ તેમના અનુભવો વર્ણવતા કહે છે કે, સિવિલમાં સારવાર ઉત્તમ રીતે થાય છે. વળી, ભોજનની સુવિધા પણ સુંદર છે. સિવિલમાં સારવાર મેળવીને સ્વસ્થ થઈ ચૂકેલા ભાવેશ મહેતા સારવાર અંગે સંતોષ વ્યક્ત કરતા કહે છે, મને સિવિલમાં ઉત્તમ સારવાર મળી અને અહીંના સ્ટાફનું વલણ ઘણું હકારાત્મક છે.

તબીબો અને સ્ટાફે દિવસરાત સેવા કરી
7 એપ્રિલે સિવિલમાં દાખલ કરવામાં આવેલા અજીત શર્મા સારવાર બાદના પ્રતિભાવમાં જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફના માયાળુ વ્યવહારથી વૃદ્ધો ઘણી રાહત અનુભવે છે. અને તે ઝડપથી સાજા થાય છે. આમ, સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સહાયક સ્ટાફ નિસ્વાર્થ ભાવે રાત-દિવસ દર્દીઓની સેવામાં કાર્યરત છે, જેના પરિણામે કોવિડ-19ના દર્દીઓ ઝડપથી સાજા થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...