યુક્રેન કટોકટી બાદ ફરી વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ ફરી ચર્ચામાં છે. શિક્ષણનું વૈશ્વિક હબ ગણાતા અમેરિકામાં પણ કોરોના અને લૉકડાઉનની અસર વિદ્યાર્થીઓની સંખ્યા પર જોવા મળી છે. કોરોનાના કારણે 1 વર્ષમાં અમેરિકાની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં 15%નો ઘટાડો નોંધાયો છે. 2019-20માં કુલ 10.76 લાખ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ સામે 2020-21માં 9.14 લાખ વિદ્યાર્થીઓનું જ એનરોલમેન્ટ થયું છે. ભારતથી 2019-20માં 1.93 લાખ વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા જેની સામે 2020-21માં 1.67 લાખની જ સંખ્યા નોંધાઇ છે. જે એક વર્ષમાં 13 ટકાનો ઘટાડો દર્શાવે છે. છેલ્લા 9 વર્ષનો આ સૌથી ઓછો આંકડો છે.
લોકસભામાં માર્ચ 2021માં રજૂ કરાયેલી માહિતી મુજબ, દુનિયાના કુલ 195 દેશોમાંથી 99 દેશોમાં 11.33 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સૌથી વધુ 2.19 લાખ વિદ્યાર્થીઓ UAEમાં, 2.15 લાખ કેનેડામાં જ્યારે 2.12 લાખ અમેરિકામાં અભ્યાસ કરે છે. માર્ચમાં જ લોકસભામાં અપાયેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાંથી 5 વર્ષમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા છે. 2019માં 48051 વિદ્યાર્થીઓ ગયા હતા જેની સામે 2020માં 23156 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. 2019ની સરખામણીએ 2020માં 50%નો ઘટાડો થયો હતો.
સૌથી વધારે ગુજરાતીઓ 2019માં વિદેશ ભણવા ગયા
5 વર્ષમાં 1.77 લાખ ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા ગયા, 2021માં 6383.
વર્ષ | વિદ્યાર્થીઓ |
2021 | 6383 |
2020 | 23156 |
2019 | 48051 |
2018 | 41413 |
2017 | 33751 |
2016 | 24775 |
કુલ | 1.77 લાખ |
ચીનમાં 23 હજાર, પાક.માં ભણે છે 230 ભારતીય વિદ્યાર્થીઓ
દેશમાંથી સૌથી વધારે 2.19 લાખ વિદ્યાર્થીઓ UAE ઉચ્ચ અભ્યાસ માટે ગયા
દેશ | વિદ્યાર્થીઓ |
UAE | 2.19 લાખ |
કેનેડા | 2.15 લાખ |
અમેરિકા | 2.12 લાખ |
ઓસી. | 92383 |
સાઉદી | 80800 |
યુ.કે. | 55465 |
ચીન | 23000 |
યુક્રેન | 18000 |
આ વર્ષે ગ્લોબલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પોર્ટલ લૉન્ચ કરાશે
સરકાર દ્વારા બ્યુરો ઓફ ઇમિગ્રેશનના માધ્યમથી રાજ્યસભામાં આ માહિતી આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર અન્ય દેશોમાં અભ્યાસ માટે જાય છે એ તમામનો રેકોર્ડ બ્યુરો પાસે હોય છે. 2022માં સરકાર દ્રારા ગ્લોબલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પોર્ટલ લૉન્ચ કરાશે જે બહાર અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને મદદરૂપ થશે. દુનિયાના કુલ 195 દેશોમાંથી 99 દેશોમાં 11.33 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સૌથી વધુ 2.19 લાખ વિદ્યાર્થીઓ UAEમાં, 2.15 લાખ કેનેડામાં જ્યારે 2.12 લાખ અમેરિકામાં અભ્યાસ કરે છે. ઇરાન, ગ્રીસ, જોર્ડન, મોઝામ્બિક, સર્બિયા, તાન્ઝાનિયામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.