ગણેશ વિસર્જન:AMCએ બનાવેલા કુંડમાં બે દિવસમાં નાની-મોટી 1121 મૂર્તિઓનું વિસર્જન, સૌથી વધુ મોટી મૂર્તિઓનું પશ્ચિમ ઝોનમાં વિસર્જન કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • અમદાવાદના ચારેય ઝોનમાં નાના-મોટા થઈને કુલ 37 જગ્યાએ ઝોન બનાવાયા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા લોકો ગણેશ વિસર્જન કરી શકે તેના માટે સાતેય ઝોનમાં કુલ 41 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. બે દિવસમાં નાની અને મોટી મૂર્તિઓ મળી કુલ 1121 મૂર્તિઓનો વિસર્જન કુંડમાં લોકોએ વિસર્જન કર્યું હતું.

મધ્ય ઝોનમાં 806 નાની મૂર્તિઓનું વિસર્જન
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, બનાવેલા કુંડમાં 11 અને 12 સપ્ટેમ્બરના રોજ 1089 નાની અને 32 મોટી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી. 806 નાની મૂર્તિઓ સૌથી વધુ મધ્ય ઝોનમાં વિસર્જન કરવામાં આવી છે. જ્યારે 32 મોટી મૂર્તિઓ સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં લોકોએ વિસર્જન કરી છે.

ગણેશ વિસર્જન અને કુંડની સંખ્યા
ગણેશ વિસર્જન અને કુંડની સંખ્યા

કુલ 2 કરોડના ખર્ચે 37 કુંડ તૈયાર કરાયા
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જનના કુંડ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. લાઈટ, પાણી, ક્રેન અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. 20×20ના કુંડ બનાવવામાં આવશે. ચાર ઝોનમાં નાના અને મોટા કુલ 37 જગ્યાએ કુંડ બનાવવામાં આવનાર છે. જેમાં પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 9, ઉત્તર ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 5, મધ્ય ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5-5 કુંડ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયા છે.