તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર વાપસી:ઉત્તરપ્રદેશ, બિહારની સાત ટ્રેનોમાં 11200 શ્રમિક ગયા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • લાંબા સમય બાદ બિહાર સરકારની મંજૂરી મળતા હવે સતત 3 દિવસ ટ્રેનો દોડાવાશે

અમદાવાદ શહેર-જિલ્લામાં વસતા શ્રમીકોને તેમના વતન મોકલવા માટે જિલ્લા કલેકટર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. જેના ભાગરૂપે મંગળવારે યુપી-બિહારની સાત ટ્રેનોમાં કુલ 11,200 શ્રમિકો રવાના થયા હતા. લાંબા સમય બાદ બિહાર સરકારની મંજૂરી મળતા હવે વધુ ટ્રેનો દોડાવાશે. અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા એ કહ્યું કે બિહાર સરકાર તરફથી મંજુરી મળી ગઈ હોવાથી મંગળવારે એક ટ્રેનમાં 1600 શ્રમિકોને રવાના કરાયા હતા. જ્યારે યુપીની છ ટ્રેનમાં કુલ 9600 શ્રમીકોને બેસાડ્યા હતા શ્રમિકો માટે જમવાની પૂરતી વ્યવસ્થા કરાઇ હતી. આગામી બે-ત્રણ દિવસ બિહારની ટ્રેન સતત દોડાવાશે. ઉત્તરાખંડ પણ ટ્રેન મોકલવામાં આવશે. આ ટ્રેનમાં જવું હોય તો શ્રમિકો સ્થાનિક મામલતદાર કચેરીનો ફોન પર સંપર્ક કરી શકશે. કલેકટર નિરાલા એ કહ્યું કે, બિનજરૂરી અરજીઓને કારણે કેટલાક પ્રાથમિક જરૂરીયાત ધરાવનાર લોકોની અરજીઓ અટકી જાય છે. જે લોકો પાસે ગંભીર કારણ હશે. તેઓની અરજી તુરંત મંજૂરી કરી દેવાશે. આ સિવાય કોઈપણ નાગરિકોએ મામલતદાર કચેરીમાં દબાણ કરવું નહીં. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો