બેંગકોકથી અમદાવાદ માટે ટેકઓફ થયેલું વિમાન ભારતની બોર્ડરમાં પ્રવેશ્યા બાદ 30 હજાર ફૂટની ઊંચાઈએ હતું ત્યારે હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ જતા કેપ્ટને આ ફ્લાઈટને પરત બેંગકોક ડાઈવર્ટ કરી હતી. આ ફ્લાઈટમાં સવાર 100 થી વધુ પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયા હતા. ફ્લાઈટમાં ખામી સર્જાતા અમદાવાદથી બેંગકોક જવા માટે રાહ જોઈ રહેલા 112 પેસેન્જર રઝળી પડ્યા હતા. આ પેસેન્જર સોમવારે રાત્રે એરપોર્ટ પર આવી ગયા હતા અને બીજા દિવસે એટલે કે મંગળવારે બીજી ફ્લાઈટ આવતા સવારે 11 વાગ્યે બેંગકોક જવા રવાના થયા હતા. 20 મુસાફરો રાત્રે હોટેલમાં રોકાયા હતા અને બાકીના 80 મુસાફરોએ એરપોર્ટ પર લાઉન્જમાં આખી રાત વિતાવવી પડી હતી. આમ 12 કલાક સુધી પેસેન્જરો એરપોર્ટ અટવાયા હતા.
થાઈ સ્માઇલિંગ બેંગકોક અમદાવાદની ફ્લાઈટ મંગળવારે રાત્રે 8:30 કલાકે બેંગકોકના લોકલ ટાઈમ મુજબ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી આ ફ્લાઈટ 2.30 કલાકનું અંતર કાપ્યા બાદ તેમાં હાઇડ્રોલિક ફેલ થઇ જવાની ખામી સર્જાઈ હોવાનો કેપ્ટનને જાણ થઈ હતી. કેપ્ટને આ ફ્લાઈટને અમદાવાદ લાવવાના બદલે એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરી તુરંત જ ફ્લાઈટને બેંગકોક ડાઈવર્ટ કરી સુરક્ષિત રીતે લેન્ડ કરાવી હતી. કેપ્ટને ઓન બોર્ડ જ ફ્લાઈટમાં ફ્લાઈટ ડાઈવર્ટના આપેલા મેસેજથી 100થી વધુ પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.