તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નિકોલ વિસ્તારમાં આવેલી કેસર હાર્મની સોસાયટીના 112 સભ્યોએ બાજુમાં ખાલી પહેલા ઉજ્જડ અને ખાલી પ્લોટમાં એએમસીની મદદથી 700 કરતા પણ વધુ છોડ રોપી ગાર્ડન બનાવ્યો છે. દોઢ વર્ષ પહેલા કોર્પોપેશનના આ પ્લોટમાં લારીવાળાઓ ખાણી-પીણીનો કચરો અને કોથળીઓ ઠાલવતા હતા.
જે જોઈ સોસાયટીના રહીશોને ત્યાં ગાર્ડન બનાવવાનો વિચાર આવ્યો આજે ત્યાં જુદા-જુદા પ્રકારના ઝાડ ઉછરી રહ્યા છે. તેનું જતન આ સોસાયટીમાં રહેતા વડીલો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સિનિયર સિટીઝન રોજ આ ગાર્ડનમાં ત્રણ કલાક તેની માવજત માટે ફાળવી રહ્યા છે. સોસાયટીના સભ્યો તેની સાર સંભાળ રાખવાની સાથે-સાથે સવારે અહીં આવીને મોર્નિંગ વૉક પણ કરે છે.
સોસાયટીના કુલ 112 મેમ્બરે બનાવ્યું છે આ ગાર્ડન. આ તમામ સભ્યોએ ઘર દીઠ 500થી લઈને 1000 રૂપિયા ઉઘરાવ્યા હતા. તેમજ અન્ય લોકોએ પણ મદદ કરી જેથી આ ફાળામાંથી સુંદર ગાર્ડન ઉભું થયું. આગામી સમયમાં નવા વૃક્ષો રોપવામાં આવશે.
વડીલો રોજ ચાર કલાક જતન કરે છે
વૃક્ષોને ક્યારે પાણી પીવડાવવું, ક્યારે ખાતર નાખવું, કયા વૃક્ષો નવા લાવવા વગેરેનું ધ્યાન સોસાયટીમાં રહેતા વડીલોએ જ સંભાળી લીધું છે. રોજ આ વૃક્ષોનું જતન કરવું એ તેમની ફરજ બની ગઈ છે. તેઓ અહીં આવી બેથી ચાર કલાક વિતાવે છે.
દાડમ, લીંબુ, ચીકુ જેવા 25 પ્રકારના વૃક્ષો રોપ્યા
લીમડો, વડ, કેના, દાડમ, લીંબુ, ચીકુ, આંબા, આંબલી સહિત 25 જાતના ઝાડ વાવ્યા છે. જેમાં કેનાના ઝાડ 30થી 35 ફૂટની હાઈટના થઈ ગયા છે. પહેલા 500 ઝાડ વાવ્યા. ધીમે ધીમે 700થી વધુ ઝાડ અહીં રોપાયા છે. -અશ્વિન પટેલ, સોસાયટીના મેમ્બર
ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી પીવડાવાય છે
જો દરેક વૃક્ષને પાણી પીવડાવવામાં આવે તો વાર લાગે તેથી વધારે પાણી ના વેડફાય તે માટે સોસાયટીના સભ્યો ટપક સિંચાઈ પદ્ધતિથી દરેક વૃક્ષને પાણી પીવડાવે છે. પાણી સોસાયટીમાંથી જ લેવામાં આવે છે. -હિમાંશુ કાનાણી, સોસાયટીના મેમ્બર
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.