મોબાઇલનું વળગણ:ફુલ વોલ્યુમ પરના હેન્ડ્સફ્રી દોડતી ટ્રેન જેટલો 110 ડેસિબલ અવાજ કાનમાં ફેંકે છે, દિવસમાં 8 કલાકથી વધુ ઉપયોગ બહેરાશ લાવે છે

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
દેશમાં પહેલીવાર એકસાથે 7 બાળકમાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ. - Divya Bhaskar
દેશમાં પહેલીવાર એકસાથે 7 બાળકમાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ.
  • સોલા સિવિલમાં 2 વર્ષ પૂર્વે બહેરાશનો બે મહિને એક કેસ આવતો, હવે રોજના 10, જન્મજાત બહેરાશના કેસ 1થી વધી 4 થયા

સોલા સિવિલમાં મંગળવારે 9 કલાકમાં ત્રણથી સાડાચાર વર્ષના 7 બાળકની નિ:શુલ્ક કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરાયાનો દેશનો પ્રથમ કિસ્સો છે. છેલ્લા 2 વર્ષમાં જન્મજાત બહેરાશથી માંડી અન્ય રીતે બહેરાશના પ્રમાણમાં 20 ટકાનો વધારો થયો છે. આ વધારામાં પાંચ વર્ષના બાળકથી લઈ 40 વર્ષના યુવક સુધીનાનો સમાવેશ થાય છે. 2 વર્ષ અગાઉ ઓપીડીમાં જન્મજાત બહેરાશનો અઠવાડિયે એક બાળદર્દી આવતો હતો પરંતુ હાલમાં રોજના ત્રણથી ચાર કેસ આવે છે.

મોબાઈલના વધુપડતા ઉપયોગની પણ આડઅસર થઈ છે. સોલા સિવિલના ઈએનટી વિભાગના વડા ડો. નીના ભાલોડિયાના જણાવ્યા અનુસાર હેન્ડસફ્રી કાનમાં ભરવી ફૂલ વોલ્યુમ રાખવામાં આવે તો પાસેથી દોડતી ટ્રેન જેટલો 110 ડેસિબલ અવાજ કાનમાં ફેંકાય છે. દિવસમાં 8 કલાક કે તેથી વધુ સમય આ રીતે હેન્ડ્સફ્રીનો ઉપયોગ બહેરાશ લાવે છે. 2 વર્ષ પહેલાં સોલા સિવિલની ઓપીડીમાં બહેરાશનો મહિને માંડ એક કેસ આવતો હતો હવે રોજના 10 આવે છે.

સામાન્ય રીતે 90 ડેસિબલથી ઓછું વોલ્યુમ હોય તો કાનને નુકસાન થતું નથી. પરંતુ હેન્ડસફ્રીમાંથી ફેંકાતો અવાજ 90 ડેસિબલથી વધી જાય તો કાનની અંદર આવેલા ઓર્ગન ઓફ ઓટ્રીને નુકસાન થાય છે. શરૂઆતમાં ઓછું સંભળાય છે અને ઈલાજ કરવામાં ન આવે તો લાંબે ગાળે બહેરાશ કાયમી બની જતી હોય છે.

બહેરાશ વધવાનું કારણ

  • જન્મજાત બાળકોમાં આનુવંશિક તકલીફો, ફુડ પોલ્યુશન, પ્રસૂતિમાં તકેદારીનો અભાવ, સ્ટ્રેસ અને કોક્લિયર ઇમ્પલાન્ટની અવેરનેસ વધવાથી
  • ધોરણ-5થી 40 વયજૂથના લોકોમાં હેન્ડ્સ ફ્રી, ટીવી-મોબાઇલનો વધુ ઉપયોગ અને નોઇસ પોલ્યુશનને લીધે
  • વૃદ્ધોમાં વધતી ઉંમરને લીધે ચશ્મા પહેરે છે પણ સાંભળ‌વામાં તકલીફની સારવાર કરાવતા નથી કે મશીન પહેરતા ન હોવાથી બહેરાશ વધી છે.

સર્જરી માટે 6 મહિના સુધી રાહ જોવી પડી
સોલા સિવિલના ઈએનટી વિભાગમાં 20 બાળકોએ કોક્લિયર ઈમ્પ્લાન્ટ માટે નામ નોંધાવ્યા છે પણ સરકાર તરફથી હાલમાં 9 કોક્લિયર ઈમ્પ્લાન્ટ અપાયા છે. જેથી 11 બાળકે તેના માટે રાહ જોવી પડશે. સામાન્યપણે બાળક નામ નોંધાવે પછી બે માસમાં સરકાર કોક્લિયર ઈમ્પ્લાન્ટ પૂરા પાડે છે.

પરંતુ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોને લીધે ઈમ્પ્લાન્ટના સપ્લાયમાં વિલંબ થતાં બાળકોએ સર્જરી માટે 6 મહિના સુધી રાહ જોવી પડી હતી. 2018થી સોલા સિવિલમાં 100 કોક્લિયર ઈમ્પ્લાન્ટની સર્જરી થઈ છે. જેમાં 2019માં સૌથી વધુ 45 થઈ હતી.

2019માં સૌથી વધુ 45 કોક્લિયર ઈમ્પ્લાન્ટ થયા હતા
2018થી સોલા સિવિલમાં કોક્લિયર ઇમ્પલાન્ટને માન્યતા મળી. 5 વર્ષમાં 100 કોક્લિયર ઇમ્પલાન્ટ સર્જરી થઇ છે. 2018માં 30, 2019માં 45 અને 2019થી અત્યાર સુધી સર્જરી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...