છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોમાં લોકોને લઇ જવા માટે 34614 એસ.ટી. બસો ભાડે આપવામાં આવી હતી. આ સમયગાળામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે મોટા પ્રમાણમાં એસ.ટી. બસોનો ઉપયોગ લોકોને સભાઓમાં લઇ જવામાં કરવામાં આવ્યો હતો. આ બસોનું કુલ ભાડું 110 કરોડ થયું હતું જેમાંથી હજુ 53.81 કરોડ રૂપિયાની વસૂલાત થવાની બાકી છે.
વિધાનસભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં વાહનવ્યવહાર મંત્રીએ આ વિગતો આપી હતી. તેમણે 31મી જાન્યુઆરી અગાઉના એક વર્ષની વિગતો માંગી હતી. કુલ 34614 એસ.ટી. બસોના ભાડા તરીકે રૂ. 110 કરોડના ભાડાની રકમ થઇ હતી જેમાંથી રૂ. 56.01 કરોડની રકમ એસ.ટી.ને મળી ગઇ છે જ્યારે રૂ. 53.81 કરોડની રકમની વસૂલાત બાકી છે.
પ્રતિ કિમીનો ભાવ કેટલો? | |
પ્રકાર | પ્રતિ કિમી દર (રૂ.) |
મિની | 33 |
એક્સપ્રેસ | 39 |
ગુર્જરનગરી | 41 |
એ.સી. સીટર | 69 |
વોલ્વો સીટર | 94 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.