'મારે સિંગર બનવું છે':અમદાવાદમાં બંગલામાં રહેતી 11 વર્ષની દીકરી સિંગર બનવા રાત્રે 1 વાગે સાઉદી અરેબિયા જવા નીકળી!

અમદાવાદએક મહિનો પહેલા
  • બાળકીએ કહ્યું, 'મને ફસાવીને સાઉદી અરેબિયાથી અમદાવાદ લાવવામાં આવી છે'
  • એક સ્થાનિકે દીકરીને રોડ પર ફરતા જોઈને મહિલા હેલ્પલાઇનની ટીમને બોલાવી

નાની ઉંમરમાં બાળકો મોટા સપના જોઈ અને તે પુરા કરવા તેઓ હવે કોઇપણ પગલા ભરતા હોય છે અને તેના કારણે માતા-પિતા ને ઘણી વખત ચિંતા અને મુશ્કેલીમાં મુકાઇ જવું પડે છે આવું જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પોશ એરિયામાં આવેલા બંગલામાં રહેતી 11 વર્ષની બાળકી પોતે સિંગર બનવા માટે સાઉદી અરેબિયા જવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. રોડ પર ફરતી જોઈ અને એક જાગૃત નાગરિકે જ્યારે તેને પૂછ્યું ત્યારે સાઉદી અરેબિયા જવા માટે તેણે પોતે પોતાનું ખોટું નામ, ઉંમર અને તેને ફસાવી અને સાઉદી અરેબિયાથી અમદાવાદ લાવી હોવાનું પણ કહ્યું હતું. નાગરિકે તાત્કાલિક મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી અને મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા જ્યારે તેને શાંતિથી આ બાબતે પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી અને પોતે સિંગર બનવા માટે સાઉદી અરેબિયા જવા ઘરેથી નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું કે મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા તેના ઘરે લઇ જઇ અને સમજાવી અને માતા-પિતાને બાળકી સહી સલામત પરત સોંપી મિલન કરાવ્યું હતું.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

'અંકલ આંટી મને લાકડાના રૂમમાં રાખતા'
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન ને ફોન આવ્યો હતો કે એક 14 વર્ષની બાળકી મળી આવી છે. જે પોતે સાઉદી અરેબિયા જવા માંગે છે અને તેને અહીંયા લાવવામાં આવી છે, એક લાકડાના રૂમમાં રાખવામાં આવી હતી અને તેને સુકી રોટલી ખાવા આપે છે તેવું કહે છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી, ત્યાં પહોંચતાં તેને જણાવ્યું હતું કે, મારા માતા-પિતાએ એક અંકલ આંટી સાથે મને અહીંયા મોકલી છે અને મને એક લાકડાના રૂમમાં રાખે છે, સુકી રોટલી આપે છે હું બે મોબાઇલ અને પર્સ સાથે લઇને નીકળી છું. મહિલા હેલ્પ લાઈનની ટીમ દ્વારા બાળકીને સાંત્વના આપી અને ધીરે ધીરે પૂછતા પોતે રડતી રડતી કહેવા લાગી હતી કે, પોતે શહેરના એક પોશ વિસ્તારમાં આવેલા બંગલામાં તેના માતા-પિતા સાથે રહે છે અને પોતે સિંગર બનવા માંગે છે. સાઉદી અરેબિયામાં સારા સિંગર હોય છે જેથી પોતે રાત્રે એક વાગ્યે મોબાઇલ અને પર્સ લઈ અને પોતાની સાઇકલ લઈ અને ઘરેથી નીકળી ગઈ હતી ઓશિયા મોલમાં પોતાની સાઇકલ અને પાર્ક કરી દીધી છે.

મહિલા હેલ્પ લાઇનની ટીમ
મહિલા હેલ્પ લાઇનની ટીમ

દીકરી ભાગી પણ માતા-પિતા અજાણ
તેના મિત્રો નોર્મલ વાતો કરે છે અને પોતે એક સિંગર બનવા માંગે છે જેથી પોતે ઘરેથી નીકળી ગઈ હતી અને સાઉદી અરેબિયા જવા માંગતી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા તે બાળકી પાસેથી સરનામું લઈ અને તેને લઈ અને તેના ઘરે પહોંચી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ જ્યારે ઘરે પહોંચી ત્યારે તેમના માતા-પિતાને ખબર જ ન હતી કે તેમની દીકરી ઘરમાંથી નીકળી ગઈ છે. તેને જોઈ અને તેઓ અચંબામાં પડી ગયા હતા અને બાદમાં સમગ્ર બાબત જણાવી હતી. માતા-પિતા અને બાળકીને સમજાવ્યા હતા કે, તેને પ્રેમપૂર્વક જે પણ વાત હોય તે કહેવી જોઈએ અને સાંભળવી જોઈએ. માતા-પિતાએ પણ જણાવ્યું હતું કે, સિંગર બને એમાં અમને કોઇ જ વાંધો નથી. પરંતુ પોતે ઘરેથી ક્યારે નીકળી ગઈ અમને જાણ નથી આ રીતે એક 11 વર્ષની બાળકી ઘરમાંથી નીકળી ગઈ અને વિદેશ જવા માટે નીકળી હતી ત્યારે તેને સહી-સલામત મહિલા હેલ્પ લાઇનની ટીમે પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...