તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં દેહવિક્રય:ગોતા વૈષ્ણોદેવી રોડ પર ઈશારા કરી ગ્રાહક બોલાવતી 7 રૂપજીવિની સહિત અમદાવાદમાં 11 રૂપલલના ઝડપાઈ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓઢવ પોલીસે ડમી ગ્રાહક બનાવી હોટલમાંથી 4 રૂપજીવિનીને ઝડપી
  • ગોતા હાઇવે પર પોલીસે લોકોને ઈશારા કરતી 7ને પોલીસે ઝડપી

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસે દેહવિક્રય કરતી 11 રૂપલલનાઓની સાથે હોટલના મેનેજર અને ગ્રાહકોની ધરપકડ કરી લીધી છે. ગોતા વૈષ્ણોદેવી રોડ પર જાહેરમાં લોકોને ઈશારે કરીને દેહવિક્રય કરતી 7 રૂપજીવિનીની પોલીસે ઝડપી લીધી છે. લોકોને અશ્લીલ ઈશારા કરતી 7 મહિલાઓની પોલીસે અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલી એક હોટલમાં પોલીસ છટકું ગોઠવી 4 રૂપજીવિની, ગ્રાહક અને મેનેજરની પોલીસે ધરપકડ કરી છે.

ઓઢવમાં છટકું ગોઠવી પોલીસે રેડ કરી
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી હોટેલમાં ઘણા સમયથી યુવતીઓને લાવીને દેહવિક્રય થતો હોવાની જાણ પોલીસને થઈ હતી .પોલીસે આ અંગે તપાસ કરીને છટકું ગોઠવીને પોલીસે રેડ કરી હતી. પોલીસે ડમી ગ્રાહક બનાવીને એક શખ્સને હોટલમાં મોકલ્યો હતો. જ્યાં અગાઉની બાતમી પ્રમાણે યુવતીઓ હોટલના રૂમમાં હાજર હતી. પોલીસે મોકલેલા માણસે ઈશારો કરતા પોલીસની ટીમ પહોંચીને હોટલમાં તપાસ કરતા હોટલમાં 4 રૂપલલનાઓ અને 2 ગ્રાહક તેમજ હોટલનો મેનેજર મળી આવ્યા હતા .આખુ સેક્સ રેકેટ હોટલના રિસેપ્શનથી ચાલતું હતું. હાલ પોલીસે આ અગે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...