તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોલિડ વેસ્ટ કમિટીની બેઠક:11 જાહેર શૌચાલય તોડવાની કોર્પોરેટરોની દરખાસ્ત નામંજૂર; સોલિડ વેસ્ટ કમિટીએ શૌચાલય વધુ સારા બનાવવા તરફેણ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શહેરને સ્વચ્છતામાં ટોચે લઈ જવા આવાં શૌચાલય ન તોડવાનો મત

શહેરને જાહેરમાં થતાં શૌચથી મુક્ત કર્યાના દાવા વચ્ચે મ્યુનિ. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં 11 કોર્પોરેટરની ભલામણ સાથે જાહેર શૌચાલયો તોડવાની થયેલી દરખાસ્તને કમિટીએ પરત કરી દીધી છે. કમિટીમાં એવી ચર્ચા થઇ હતીકે, શહેરને સ્વચ્છતામાં ટોચે લઇ જવા માટે આવા જાહેર શૌચાલયો વધુ સારા બનાવવા જોઇએ.

મ્યુનિ. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીના ચેરમેન ભરત પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગોમતીપુરમાં, કાશીબાની ચાલી, ભુરેખાનની ચાલીમાં આવેલા શૌચાલય, લાંભામાં નારોલ ગામ તેમજ સરણિયાવાસ ખાતે આવેલા પબ્લિક યુરીનલ, શાહીબાગ સ્વામિનારાયણની વાડી પાસે આવેલ શૌચાલય, નવાવાડજ વોર્ડમાં વણકરવાસના નાકા પર તેમજ માલધારીના છાપરા પાસે આવેલા શૌચાલય, બકરામંડી શૌચાલય તથા અમરાઇવાડી વિસ્તારમાં પરદેશીનગરની ચાલી, છબીલદાસની ચાલી, હીરાલાલની ચાલી અને સંજય ચોકમાં આવેલા શૌચાલયો તોડવા કોર્પોરેટરોએ ભલામણ સાથે ઠરાવ રજૂ કર્યો હતો.

હવે ખાળકૂવા મુક્ત અભિયાન હાથ ધરાશે
દક્ષિણ ઝોનનાં ઇન્દ્રપુરી, લાંભા, વટવા અને ઇસનપુરમાં હજુ પણ આ‌વેલા ખાળકૂવાને ખાલી કરવા તેમજ તેને સ્થાને ગટર જોડાણ માટે યોગ્ય કરવા માટે મ્યુનિ. પગલાં લેશે. આ ખાળકુવાને ખાલી કરવા માટે મ્યુનિ. સોલિડ વેસ્ટ કમિટીએ ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...