શિક્ષણમાં આપ કરતાં ભાજપ આગળ:ભાજપના 15 ઉમેદવારમાંથી 11, ‘આપ’ના 10માંથી 6, કોંગ્રેસના 3માંથી 2 ગ્રેજ્યુએટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોંગ્રેસે જાહેર કરેલા 3 ઉમેદવારમાંથી એક ધો.12 પાસ
  • 12 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાકી

આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. ભાજપે જાહેર કરેલા શહેરના 15 ઉમેદવારમાંથી 11 ગ્રેજ્યુએટ થયેલા છે. ભાજપના ઠક્કરબાપાનગરના કંચન રાદડીયા ધો.10 અને દસ્ક્રોઈના બાબુ જમના ઓલ્ડ મેટ્રિક પાસ છે. નારણપુરાના જીતેન્દ્ર પટેલ ધોરણ 12 પાસ છે. આમ આદમી પાર્ટીના જમાલપુર-ખાડિયાના ઉમેદવાર હારૂન નાગોર ધો.9 અને, મણિનગરના વિપુલ પટેલ, નિકોલના અશોક ગજેરા ધો.10 અને એલિસબ્રિજના પારસ શાહે ધો.12 સુધી અભ્યાસ કર્યો છે.

જ્યારે કોંગ્રેસના 15 બેઠકોમાંથી માત્ર 3 બેઠકના જ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ઘાટલોડિયાના ઉમેદવાર અમી યાજ્ઞિક એલએલબી, એલિસબ્રિજના ભીખુ દવે બીએસસી અને અમરાઈવાડીના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે એફવાય બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે.

આપના એક ઉમેદવાર સિવિલ એન્જિનિયર, ભાજપના 2 ડોક્ટર​​​​​​

બેઠકભાજપ ઉમેદવારઅભ્યાસઆપ ઉમેદવારઅભ્યાસ
ઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલડિપ્લોમા સિવિલવિજય પટેલએમએડ
વેજલપુરઅમિત ઠાકરએલએલએમકલ્પેશ પટેલ-
એલિસબ્રિજઅમિત શાહએલએલબીપારસ શાહધો.12
નારણપુરાજીતેન્દ્ર પટેલધો.12પંકજ પટેલ-
નિકોલજગદીશ વિશ્વકર્મબીએઅશોક ગજેરાધો.10
નરોડાડો. પાયલ કુકરાણીએમડીઓમપ્રકાશ તિવારીLLB
ઠક્કરબાપાનગરકંચન રાદડિયાધો.10સંજય મોરીસિવિલ એન્જિ.
બાપુનગરદિનેશ કુશવાહએન્જિનિયરરાજેશ દીક્ષિત-
અમરાઈવાડીડો. હસમુખ પટેલ‌MBBSભરત પટેલLLB
દરિયાપુરકૌશિક જૈનબીકોમતાજ કુરૈશી-
જમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટએસવાય બીકોમહારૂન નાગોરીધો.9
મણિનગરઅમૂલ ભટ્ટડીએસસીવિપુલ પટેલધો.10
દાણીલીમડાનરેશ વ્યાસડિપ્લોમાદિનેશ કાપડિયાબીઈ
સાબરમતીડો. હર્ષદ પટેલપીએચડીજશવંત ઠાકોરFYBA
અસારવાદર્શના વાઘેલાબીકોમજે.જે. મેવાડા-
દસ્ક્રોઈબાબુ જમનાઓલ્ડ મેટ્રિકકિરણ પટેલબીએ
અન્ય સમાચારો પણ છે...