આકાશી આફત / રાજ્યમાં કુદરતનો કેર વીજળી પડતાં 11નાં મોત, વીજળીના ચમકારા નો આકાશથી ધરા સુધીનો પ્રકાશિત માર્ગ મોબાઇલમાં કેદ

ભાવનગરમાં ભાસ્કરના એક વાચકે પડતી વીજળીને પોતાના મોબાઇલના કેમેરામાં ક્લિક કરી હતી.
ભાવનગરમાં ભાસ્કરના એક વાચકે પડતી વીજળીને પોતાના મોબાઇલના કેમેરામાં ક્લિક કરી હતી.
X
ભાવનગરમાં ભાસ્કરના એક વાચકે પડતી વીજળીને પોતાના મોબાઇલના કેમેરામાં ક્લિક કરી હતી.ભાવનગરમાં ભાસ્કરના એક વાચકે પડતી વીજળીને પોતાના મોબાઇલના કેમેરામાં ક્લિક કરી હતી.

  • હાલારમાં 5, બોટાદમાં 3, દહેગામ, જેતલપુર, વડોદરામાં 1-1 મોત

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:13 AM IST

જામનગર/બોટાદ/અમદાવાદ. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે વીજળીના કડાકા સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘમહેર થઈ છે ત્યારે આકાશી વીજળી કેર બનીને ત્રાટકી છે. રાજ્યમાં વીજળી પડવાથી 11 લોકોનાં મોત થયાં છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં પાંચ માનવ જિંંદગીનો ભોગ લેવાયો છે જેમાં લાલપુર નજીક રક્કા ખટીયા વાડી વિસ્તારમાં માતા અને પુત્ર અને ખંભાળીયાના વિરમદળમાં કાકી-ભત્રીજીએ વીજળી પડવાથી જીવ ગુમાવ્યો હતો.

જ્યારે કાલાવડના નિકાવા પંથકમાં પણ એક યુવાન આકાશી વીજળીનો ભોગ બન્યો હતો. આ ઉપરાંત બોટાદ જિલ્લામાં વીજળી પડવાથી 3ના મોત નીપજ્યા હતા. તો ગાંધીનગર જિલ્લાના દહેગામના ઘમીજમાં ખેતરામાં કામ કરી રહેલી એક મહિલાનું મોત થયું હતું. 

અમદાવાદના  દસક્રોઈ તાલુકાના જેતલપુરમાં વીજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. વડોદરાના સમસપુર ગામે પણ વજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું.

રાજ્યમાં વીજળી પડવાના અનેક બનાવ બન્યા હતા જેમાં કેશોદના રાણીંગપરા અને અજાબમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતા 17 મજૂરો ઇજાગ્રસ્ત થયાં હતાં. રાજકોટ જિલ્લામાં વીજળી પડવાથી વીજ ડીપીઓ બળી ગઈ છે જ્યારે બે પશુનાં મોત થયાં છે.

ખંભાળિયામાં એક મંદિર પર વીજળી પડતા ગુંબજ તૂટી ગયો હતો. મહેસાણાના લીંચમાં ઝાડ પર વીજળી પડતાં ઝાડને ચીરી નાખ્યું હતું તેમજ ઝાડ સાથે બાંધેલ ભેંસનું મૃત્યુ થયું હતું. મેઘરજના ઓઢા કસાણામાં વીજળી પડતાં વૃક્ષ સળગ્યું હતું. 

વીજળી કેમેરામાં કેદ
ભાવનગર શહેરમાં મંગળવારે સવારથી અષાઢી ધારાએ વરસાદ શરૂ થયો હતો. એકાએક વીજળીના કડાકા ભડાકા થઇ રહ્યા હોવાનું સાંભળી ભાસ્કરના એક વાચકે પોતાના મોબાઇલ વડે તેને મોબાઈલમાં આબાદ કેદ કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી